ઉમરેઠ. ઉમરેઠ ઓડ ચોકડી ખાતે હાલ ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા મોટી ઓર્થોપેડીક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે લગભગ ૨.૫૦ કરોડના ખર્ચથી બનનાર આ હોસ્પિટલમાં તમામ અદ્યતન મશીનોની સુવિધાથી દર્દીઓની સારવાર કરવામાં આવશે આ ઉપરાંત હાલ આંખની હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય નવી હોસ્પિટલમાં આંખની હોસ્પિટલ પણ ખસેડવામાં આવશે.
આ અંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા હાલ શ્રી નારાયણ ઓર્થોપેડીક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જેમાં દર્દીની સારવાર માટેની તમામ પ્રકારની અદ્યતન સાધનો અને મશીનોથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત પરમાનંદભાઈ જમનાદાસ પટેલ, ઓડના અનુદાનથી હાલ જે આંખની હોસ્પિટલ કાર્યરત છે જેમાં રોજના ૧૦૦ જેટલા ઓ.પી.ડી. થાય છે. તે આંખની હોસ્પિટલની જગ્યા નાની પડતી હોય નવા મકાનમાં વધુ સાધનો સાથે અપગ્રેડ કરવામાં આવશે અને તેનું લોકાર્પણ જાન્યુઆરી ૨૨માં કરવામાં આવશે. જેથી ઉમરેઠ તથા આસપાસના ગામોનાં દર્દીઓને વધુ સુવિધાઓ મળી રહેશે.