Vadodara

વડોદરામાં અકસ્માતોનો સિલસિલો યથાવત, વધુ એક મહિલાનો ભોગ


વડોદરા શહેરમાં બેફામ વાહનચાલનને કારણે અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરના ખિસકોલી સર્કલ નજીક રસ્તો ઓળંગી રહેલી 45 વર્ષીય કોમલબેનને આઇશર ટેમ્પાના ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પો બંને પગ પરથી પસાર થઈ જતા કોમલબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાના બાદમાં સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઈ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેફામ રીતે વાહન ચલાવતા ચાલકો સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Most Popular

To Top