
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
ગોરવા પોલીસ મથક ખાતે વર્ષ 2025 માં બેંકમાંથી ખોટા દસ્તાવેજો ના આધારે 1.97 કરોડની હોમ લોન મેળવી ઠગાઈ કરવાના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા સાત આરોપી પૈકી નો વધુ એક આરોપીને ગોત્રીના હેવરેસ્ટ રેસીડેન્સીમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ગોરવા પોલીસ મથકમાં 5 ઓગસ્ટ 2025 ના રોજ કુલ 16 આરોપીઓ સામે ઠગાઈનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને 6 આરોપીઓએ હોમ લોન મેળવવા તેમના દ્વારા દર્શાવેલા નોકરીના સ્થળે કંપનીમાં નોકરી નહીં કરતા હોવા છતાં પણ બીજા ત્રણ આરોપીઓએ લોનધારકો પાસેથી કમિશન પેટે રૂપિયા મેળવી લીધા હતા અને લોન ધારકોના નામના ખોટા દસ્તાવેજો જેમ કે આઈકાર્ડ, એપોઇન્ટમેન્ટ લેટર , સેલેરી સ્લીપો તથા ફોર્મ 16 અને અલગ અલગ બેંકોના સ્ટેટમેન્ટો ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરીને ફાઈલ તૈયાર કરી એસબીઆઇ બેન્કના બે એજન્ટ આરોપી મારફતે હોમ લોન મેળવવા માંગતા આરોપીઓની ફાઈલો બેંકમાં રજૂ કરી દસ્તાવેજ ફીડ એક્ઝિક્યુટિવ દ્વારા હોમ લોન ધારકોના નોકરી તથા સ્થળના વેરિફિકેશન કરી ખોટા જોબ કન્ફર્મ ના વેરિફિકેશન સાથે એસબીઆઇ બેન્કને વિશ્વાસમાં લઈ હોમ લોન ધારકોને બેંકમાંથી 1.97 કરોડ ઉપરાંતની અલગ અલગ હુમલો નો મેળવવામાં મદદગારી કરી હતી. આ ગુનામાં સંડોવાયેલો આરોપી રણજીત હમીરભાઈ લોખેલ ગોત્રી ખાતેના એવરેસ્ટ રેસીડેન્સીમાં આશ્રય લઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને સર્ચ કરી તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ગોરવા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.