World

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટના

બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ રાણા પ્રતાપ બૈરાગી તરીકે થઈ છે. ત્રણ અઠવાડિયામાં આ પાંચમી ઘટના હોવાનું જાણવા મળે છે.

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સોમવારે બપોરે (5 જાન્યુઆરી, 2026) જેસોર જિલ્લાના મોનીરામપુરમાં બની હતી જ્યારે કટ્ટરપંથીઓએ રાણા પ્રતાપ બૈરાગી નામના હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. પડોશી દેશમાં ચૂંટણી નજીક છે પરંતુ હિન્દુઓ પર અત્યાચારના અહેવાલો સતત ચાલુ છે.

રાણા પ્રતાપ બૈરાગી કેશબપુર ઉપ-જિલ્લાના રહેવાસી હતા. તેમને મોનીરામપુર ઉપ-જિલ્લાના કપાલિયા બજારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર રાણા પ્રતાપ સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ કપાલિયા બજારમાં હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને પડી ગયા. સ્થાનિક લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

Most Popular

To Top