Shinor

શિનોર પંથકમાં બે અલગ-અલગ અકસ્માતોની ઘટના

સદનસીબે બંને અકસ્માતમાં વાહનચાલકોનો આબાદ બચાવ
શિનોર |
વડોદરા જિલ્લાના શિનોર તાલુકોમાં આજે સવારે બે અલગ-અલગ સ્થળે માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી હતી. બંને અકસ્માતોમાં વાહનચાલકોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન થવાથી ચકચાર મચી ગઈ હતી.
માલપુર પ્રાથમિક શાળા નજીક કાર અકસ્માત

પ્રથમ અકસ્માત શિનોરના માલપુર પ્રાથમિક શાળા નજીક આવેલા વળાંક પાસે થયો હતો. અહીં એક કાર અચાનક નિયંત્રણ ગુમાવી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો, જોકે કારને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
છાણભોઈ બસ સ્ટેન્ડ પાસે આઇશર ગાડી પલટી

બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક આવેલા વળાંક પાસે સર્જાયો હતો. કરજણ તરફથી રોલ ભરીને જઈ રહેલી એક આઇશર ગાડી રોડ પરની રેલિંગ તોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં પણ ગાડી ચાલકને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ વાહનને ભારે નુકસાન થયું હતું.
બંને અકસ્માતોની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. અકસ્માતોના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. સ્થાનિકોએ વળાંકવાળા માર્ગો પર વાહનચાલકોને વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top