1971માં બાંગલા દેશ બનયુ. ભારતનો ખૂબ મોટો ફાળો હતો. એ લડાઇમાં આપણા સૈનિકો શહીદ થયેલા. પાકિસ્તાનના અત્યાચારથી મુક્ત થયું. આજે એ જ બાંગલા દેશ સ્વતંત્રતા અપાવનાર ભારતને જ સખત પરેશાન કરી રહ્યો છે. હદ તો ત્યાં સુધી કે અલ્પસંખ્ય હિન્દુઓને જ મારી રહ્યાં છે. તેઓની સંપત્તિ મંદિર, ઘરો વગેરેનો ધ્વંસ કરી હિંદુઓ સાથે ભારી અન્યાય યુનુસ- સરકાર કરી રહી છે. ભારતે આ વિશે વિચારી હિંદુઓની રક્ષા માટે કંઇક કરવું જોઇએ. જે પાકિસ્તાને ત્યાંની પ્રજાને તહસ-નહસ કરી દીધેલું તે જ પાકિસ્તાન સાથે દોસ્તી કરી પાછું પૂર્વ પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે. આ તે કેવી માનસિકતા! માનવતા મરી પરવારી રહી છે.
દીપુદાસ અને બીજા બે હિન્દુ યુવાનોને જીવતા સળગાવી દીધા. દિનબદિન હિન્દુ પર અત્યાચાર વધી રહ્યો છે. હવે શું જોયા જ કરવાનું? ત્યાંનાં હિન્દુઓને બચાવવા કંઇક તો કરવું જ પડશે. અંતે આ કટ્ટરપંથીઓ સાથે ઓપરેશન સિંદૂર જેવું કંઇક તો કરવું જ પડશે. તસલીમા નસરીનનું પુસ્તક ‘લજ્જા’વાંચવાની પાકિસ્તાનના કારસ્તાનની ખબર પડશે. તેમાં મુનિર જેવા કટ્ટર યુનુસને અને બંગાળી મુસ્લિમોને ભડકાવે છે. યુનુસ સરકારને સબક શીખવવો જ પડશે. આ હિન્દુઓ પર અત્યાર કયાં સુધી સહન કરવાનો?
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.