Gujarat

IPS શમશેરસિંધની ગુજરાતમાં ફરી એન્ટ્રી

ગાંધીનગર : રાજય સરકારે તાજેતરમાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે. એલ. એન. રાવની નિમણૂકનો આદેશ બહાર પાડયા પછી હવે ગુજરાતમાં સીનિયર આઈપીએસ શમશેરસિંઘની એન્ટ્રી થઈ છે. જેના પગલે શુ કરવા શમશેરસિંઘને ડીજીપી તરીકે નિમણૂક અપાશે કે નહીં ? તે મુદ્દે સચિવાલયના ગલિયારાઓમાં જોરદાર ચર્ચા શરૂ થઈ જવા પામી છે.

સીનિયર આઈપીએસ ડો. શમશેર સિંઘને ગુજરાત કેડરમાં પરત ફરવાની કેન્દ્ર સરકાર તરફથી લીલીઝંડી મળી ગઈ છે. હવે શમશેરસિંઘને ઈન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપાઈ શકે છે. આઈપીએસ ડો. શમશેર સિંઘ આગામી માર્ચ 2026 માં નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે વર્તમાન ઈન્ચાર્જ ડીજીપી ડો. કે. એલ. એન. રાવ પાસેથી શમશેર સિંઘને ચાર્જ સોંપાઈ શકે છે.

2025 ના વર્ષની શરૂઆતમાં જ ગુજરાતમાં 1991ની બેચના આઈપીએસ અધિકારી ડૉ. શમશેરસિંઘને કેન્દ્ર સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આઈપીએસ ડૉ. શમશેર સિંઘને બીએસએફને એડીજીપી બનાવાયા હતા, ડો તેમને ડી઼જીપી બનાવાય તો આગામી માર્ચ 2026 સુધી પદ સંભળી શકશે. અલબત્ત કોને ડીજીપી બનાવાશે , તે મુદ્દે સરકારમાં સસ્પેન્શ યથાવત રહ્યું છે.

Most Popular

To Top