દહેરાદૂનમાં ત્રિપુરાના ૨૪ વર્ષીય યુવાન અંજેલ ચકમાની હત્યાના મામલે વિવાદ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં વંશીય ટિપ્પણી અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના ૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ દહેરાદૂનના સેલાકુઈ વિસ્તારમાં બની હતી. એમબીએ કરી રહેલા અંજેલ ચકમા અને તેનો ભાઈ માઈકલ કરિયાણું લેવા ગયા હતા. ત્યાં હાજર કેટલાક યુવકોએ તેમના પર કથિત રીતે વંશીય ટિપ્પણીઓ (જેમ કે ‘ચિન્કી’, ‘ચાઈનીઝ’) કરી હતી. જ્યારે અંજેલે આનો વિરોધ કર્યો અને કહ્યું કે “અમે ભારતીય છીએ”, ત્યારે તેના પર છરી અને કડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ અંજેલનું ૧૭ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ અવસાન થયું.
આ હેટ ક્રાઈમ છે અને આ બનાવ પછી ઇશાન ભારતની એક યુવતીએ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વહેતો કરેલો અને એમાં એ બહુ દર્દથી જણાવે છે કે, અમે ક્યાં સુધી અમારી જાતને પુરવાર કરતાં રહીશું કે, અમે ભારતીય છીએ. ભારતનાં લોકોની માનસિકતા કેમ બદલાતી નથી? મને તો લાગે છે મારે મારાં સંતાનોને અમારા પ્રદેશથી બહાર ના જવું એવી સલાહ આપવી પડશે. પોલીસે આ બનાવમાં ૬ માંથી ૫ આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી નેપાળ ભાગી ગયો હોવાની શંકા છે.
આ ઘટનાના રાજકીય પડઘા પણ પડ્યા છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને ત્રિપુરાના પૂર્વ શાહી વંશજ પ્રદ્યોત દેબબર્માએ આ ઘટનાની સખત નિંદા કરી છે. પ્રદ્યોત દેબબર્માએ મુખ્ય આરોપીને પકડવા માટે ૧૦ લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે. સોશ્યલ મીડિયા પર #JusticeForAnjelChakma ટ્રેન્ડ થઈ રહ્યો છે અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આપણે ત્યાં કોમી હિંસાની સમસ્યા છે જ, એમાં આ બનાવે નવી સમસ્યા સર્જી છે. એને ગંભીરતાથી લેવાની જરૂર છે.
રાજકોટમાં રિજિયોનલ વાયબ્રન્ટ મીટ, અનોખી પહેલ
દેશમાં સૌથી પહેલાં વાયબ્રન્ટ મીટની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા. આ મીટની સફળતા બાદ દેશનાં મોટા ભાગનાં રાજ્યોએ આ જ પ્રકારે વાયબ્રન્ટ મીટ યોજવાનું શરૂ કર્યું. અલબત્ત ગુજરાત જેટલી સફળતા બહુ ઓછાં રાજ્યોને મળી પણ ઔદ્યોગિક રોકાણને આકર્ષવા એક નવી શરૂઆત થઇ. હવે ગુજરાતે ફરી એક પહેલ કરી છે અને એ છે રિજિયોનલ વાયબ્રન્ટ મીટ. રાજ્યમાં જુદા જુદા ઝોનમાં આવી મીટ યોજી સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા માટેનો આ પ્રયત્ન છે અને એક પ્રયોગ મહેસાણામાં સફળ થઇ ચૂક્યો છે અને હવે રાજકોટમાં થવા જઈ રહ્યો છે.
એ વાત નોંધપાત્ર છે કે, આવો પ્રયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશમાં જ નહિ દુનિયામાં કોઈ દેશે આવો પ્રયોગ કર્યો નથી.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રાજકીય રીતે અતિ જાગૃત છે પણ ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો એમાં આ બંને પ્રદેશો ગુજરાતના બાકીના ઝોન કરતાં પાછળ રહી ગયા અને એનાં કારણો પણ રાજકીય છે પણ રિજિયોનલ મીટની શરૂઆત થતાં હવે ગુજરાતના દરેક ઝોનમાં ઔદ્યોગિક વિકાસની જે શક્યતાઓ છે એ પરિણામ સુધી પહોંચાડી શકાય એવી સ્થિતિ ઊભી થશે.
અત્યાર સુધી વાઇબ્રન્ટ ગુજરાત મોટા ભાગે ગાંધીનગર કે મોટાં શહેરો અને મોટા ઉદ્યોગો સુધી સીમિત રહેતું હતું. ‘રિજિયોનલ વાઇબ્રન્ટ મીટ’નો મુખ્ય હેતુ વિકાસને ગુજરાતના ખૂણે-ખૂણે અને નાનાં શહેરો સુધી પહોંચાડવાનો છે. માત્ર મોટાં મહાનગરો જ નહીં પણ દરેક જિલ્લા અને પ્રદેશની ખાસિયત મુજબ ત્યાં ઉદ્યોગો સ્થપાય. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્લેટફોર્મ પૂરું પાડવું. સ્થાનિક યુવાનોને તેમના જ જિલ્લા કે પ્રદેશમાં નોકરીની તકો મળી રહે અને આ મિટમાં જે-તે પ્રદેશની ભૌગોલિક અને સંસાધનોની સ્થિતિ મુજબ ઉદ્યોગો પર ધ્યાન આપવામાં આવે છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ જેમને મોટા પાયે ગાંધીનગર સુધી પહોંચવું અઘરું લાગતું હતું, તેમને પોતાના આંગણે જ રોકાણની તક મળે છે.
વળી કોઈ ચોક્કસ રીજીયનમાં આવી મીટ યોજાય છે, ત્યારે ત્યાંના રસ્તાઓ, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં ઝડપી સુધારો આવે છે. રિજિયોનલ વાઇબ્રન્ટ મીટ એ “ગામડાથી ગ્લોબલ” બનવાની દિશામાં ગુજરાતનું એક મક્કમ ડગલું છે. આનાથી રાજ્યના સમતોલ આર્થિક વિકાસને નવી ગતિ મળી રહી છે. મહેસાણામાં યોજાયેલી રિજિયોનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ ગયા વર્ષે યોજાઈ એમાં બે દિવસમાં ૧,૨૧૨ જેટલા સમજૂતી કરારો થયા હતા. એ થકી અંદાજે રૂ. ૩.૨૪ લાખ કરોડનું રોકાણ આવવાની શક્યતા છે. તેમાં ૭૦થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જાપાન, વિયેતનામ અને દક્ષિણ કોરિયા જેવા દેશો આ મીટમાં પાર્ટનર નેશન્સ તરીકે જોડાયાં હતાં.
રાજકોટમાં યોજાનારી રિજિયોનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક ઇતિહાસમાં એક મોટો વળાંક સાબિત થશે. રાજકોટ હંમેશા સૌરાષ્ટ્રનું આર્થિક કેન્દ્ર રહ્યું છે, તેથી અહીં આ મીટ થવાથી સમગ્ર પ્રદેશને અનેક રીતે ફાયદો થશે. રાજકોટના મશીન ટુલ્સ અને ફોર્જિંગ ઉદ્યોગને આધુનિક ટેકનોલોજી અને નવા નિકાસ બજારો મળશે. મોરબીના ટાઇલ્સ ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે નવા પાર્ટનર્સ મળવાની તક ઊભી થશે. જામનગરના બ્રાસ ઉદ્યોગને એમએસએમઈ સ્તરે નવી નીતિઓનો લાભ મળશે. સૌરાષ્ટ્ર પાસે વિશાળ દરિયાકાંઠો છે. આ સમિટમાં ફિશરીઝ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યનું ૮૦% માછલી ઉત્પાદન કરે છે.
ઉપરાંત સૌરાષ્ટ્ર હવે ગ્રીન એનર્જી અને સ્ટાર્ટઅપ હબ બનવા તરફ આગળ વધી શકે છે. આવી મોટી સમિટ થાય છે, ત્યારે સરકાર તરફથી પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ લોજિસ્ટિક્સમાં સુધારો. રાજકોટમાં નવા ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉપયોગથી બિઝનેસ ટ્રાવેલ વધશે. પર્યટન માટે ખાસ નીતિઓ અને રોકાણ આવશે. સ્થાનિક સ્તરે લાખો નવી નોકરીઓનું સર્જન થશે.
રાજકોટમાં આ સમિટ મારવાડી યુનિવર્સિટી (મોરબી રોડ) ખાતે યોજાવાની છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે અને વિયેતનામ અને દક્ષિણ કોરિયા પાર્ટનર બન્યાં છે. મહેસાણા કરતાં અહીં વધુ એમઓયુ થશે. ગુજરાત હંમેશા પોલીસી ડ્રિવન સ્ટેટ રહ્યું છે. જે રીતે ૨૦૦૩માં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ એ આખા દેશ માટે એક મોડેલ બન્યું હતું, તેવી જ રીતે આ ‘રિજિયોનલ વાઇબ્રન્ટ’ વિચાર પણ ભવિષ્યમાં અન્ય રાજ્યો અને નાના દેશો માટે એક ઉદાહરણ બનશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.