આઈપીએલની મેચો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકાવો જોઈએ કારણકે આઈપીએલની મેચો દેશ માટે તમામ રીતે અહિતકારી છે. કેવી રીતે? જોઈએ. આ મેચો ખાસ્સી ત્રણ મહિના સુધી ચાલે છે અને તેના સમયગાળા દરમ્યાન શાળા અને કોલેજોમાં પરિક્ષા ચાલતી હોય છે અને મોટેભાગે વિદ્યાર્થીઓ ભણતરને બાજુએ મૂકીને આ મેચો જોતા હોય છે. દેશના વિદ્યાર્થીઓના ભાવિ સાથે આવા ચેડા અસહ્ય ગણાવા જોઈએ. બીજું જે કંપનીઓ તેને સ્પોન્સર કરે છે તે કંપનીઓ જેટલા પૈસા ચૂકવે છે તેટલી રકમ પ્રમાણે તેના પ્રોડક્ટની કિંમતમાં વધારો કરે છે જેને લીધે મોંઘવારી વધે છે.
વળી મેચો રમવા માટે ખેલાડીની પસંદગી કરવા માટે કરોડોની હરાજી બોલાય છે જેમા વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે જેમને ચૂકવણું વિદેશી હુંડિયામણમા કરવું પડે છે જેથી દેશના અમૂલ્ય એવા વિદેશી હુંડિયામણનો વેડફાટ થાય છે તે પણ દેશ માટે અહિતકારી જ છે. તદુપરાંત સટ્ટા બજારને મોકળું મેદાન મળી જાય છે. એવુ લાગી રહ્યું છે હાલમા જે ક્રિકેટ રમાય છે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ખેલાડીઓને માલામાલ કરવા માટે જ રમાય છે.
નાનપુરા, સુરત- સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.