કાલોલ: મધ્યપ્રદેશના નર્મદા વિસ્થાપિતોની કાલોલ તાલુકાના નેવરીયા પો.રતનપુરા ખાતે વસાવ્યા છે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાયાની સુવિધાઓ મેં અભાવે નેવરિયા ગામના વસાહતીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને પરિણામે વહીવટી તંત્ર દોડતું થયું હતું.
આ વસાહતીઓ દ્વારા ગુરૂવારના રોજ કાલોલ નાયબ મામલતદારને એક આવેદનપત્ર આપ્યું જણાવ્યું હતું કે શક્તિપુરા ગ્રામ પંચાયતથી નેવરિયા વસાહત ૧૦ થી ૧૫ કી.મી દૂર છે છેલ્લા ૨૫ વર્ષથી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા ગ્રામ પંચાયતે કરી નથી આ ઉપરાંત ગામના અડધા વસાહતીઓને સૌચાલય ની સુવિધાઓ મળી હતી આવાસ યોજના ના લાભાર્થીઓને આવાસના લાભ મળતા નથી ગામના રસ્તાઓ પર ગાડા બાવળ ઉગી નીકળતા હોય મુસાફરીમાં તકલીફ પડે છે.
૭/૧૨ ની નકલ રી-સર્વે માં બંધ થવાને કારણે પીએમ નિધિ ના લાભો મળતા નથી રેશન કાર્ડ હોવા છતાં પણ કશું અનાજ મળતું નથી.