વાંકલઃ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર જંગલી પ્રાણી આતંક મચાવતા હોય છે. છેલ્લા કેટલાંગ સમયથી માંગરોળના ગામોમાં એક કપિરાજે તોફાન મચાવ્યો હતો. કપિરાજ લોકો પર હુમલા કરતા હતા. બચકાં ભરતા હતા. ગ્રામજનોની ફરિયાદને પગલે વન વિભાગે કાર્યવાહી કરી હતી.
માંગરોળના વાંકલ ગામે અનેક લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કરતો કપિરાજને ડાર્ટ ગન થી બેહોશ કરી જંગલમાં છોડ્યો હતો.
માંડ થોડા સમય વાંકલ પંથક શાંત રહ્યો અને ફરી એકવાર વાંકલ નજીક આવેલ આંબાવાડી ગામે ફરી એક કપિરાજનો આતંક જોવા મળ્યો હતો.
કપિરાજ મહિલા અને બાળકો પાછળ દોડતો હતો અને ગુસ્સામાં બારીના કાચ તોડી ભાગી જતો હતો. સ્થાનિકો કપિરાજના આતંકથી પરેશાન થઇ વાંકલ વનવિભાગની મદદ માંગી અને વાંકલ રેંજના વનકર્મી ડાર્ટ ગન સાથે આંબાવાડી ગામે આવી આતંક મચાવતા કપિરાજને ડાર્ટ ગન થી બેભાન કરી પાંજરે પુરી દીધો હતો.
આ કપિરાજ ને સારવાર આપ્યા બાદ ફરી જંગલમાં છોડવામાં આવશે. પરંતુ કપિરાજ પાંજરે પુરાતા સ્થાનિકો એ હાશકારો લીધો છૅ