અદાલતનું કામ કાયદાના કે બંધારણના અર્થઘટનનું છે. પરવાનગી આપવાનું નથી. કાયદાની કોઈ જોગવાઈના એક કરતાં વધુ અર્થ થતા હોય ત્યારે તકરાર ઉપસ્થિત થાય તો અદાલતે કારણો આપી અર્થઘટન કરવાનું રહે છે. ભારતના બંધારણ મુજબ યુદ્ધ કરવા કે પર્વતો ખોદવા માટે પરવાનગી આપવી કે ન આપવી તે અદાલતના કાર્ય ક્ષેત્રમાં આવતી બાબત નથી. પર્વતો ગેરકાયદે ખોદાતા હોય કે કાયદા દ્વારા પ્રતિબંધ હોવા છતાં ખોદાતા હોય અને વહીવટી તંત્ર પગલાં ન લે ત્યારે અદાલત કાયદાની જોગવાઈ મુજબ વહીવટી તંત્રને પગલાં લેવા માટે આદેશ આપી શકે છે. સગીરની મિલકત વેચવા અદાલતની પરવાનગીની જરૂર પડે છે. પરંતુ અરાવલી વેચવા માટે કાયદામાં અદાલતની પરવાનગીની કોઈ જોગવાઈ નથી. પર્યાવરણની રક્ષા કાયદા દ્વારા બનાવેલ નીતિઓને આધારે થાય છે, અને કાયદાના ખોટા અર્થઘટનને આધારે જો પર્વત ખોદવાની પરવાનગી મંજૂર કરી હોય તો જ અદાલત દરમ્યાનગીરી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે માત્ર પર્યાવરણ મંત્રાલય દ્વારા અપાયેલ નવ સરકારી અધિકારીઓની બનેલ સમિતિના અહેવાલનો અરાવલી ગિરિમાળાની વ્યાખ્યા કરતો અહેવાલનો સ્વીકાર કર્યો છે. અને જ્યાં અગાઉથી ખનન પટ્ટા માટે પરવાનગી અપાઈ છે તે ચાલુ રાખવા તથા પર્યાવરણ મંત્રાલય દ્વારા ચિરસ્થાયી ખનન પ્રબંધન આયોજન ન થાય ત્યાં સુધી ખનન પટ્ટો ન આપવા નિર્દેશ આપ્યો છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન લાગુ પડે છે ત્યાં દરિયા કાંઠે ભરતી સ્તરથી 500 મીટરની જમીન ખુલ્લી રાખવી પડે છે. નદીની પહોળાઈ જેટલી અથવા 200 મીટર જમીનમાં બાંધકામ થઈ શકતા નથી.
તો પર્વત માટે એવી વ્યાખ્યા કઈ રીતે નક્કી થઈ શકે? સ્થાયી સ્તરથી 100 મીટર થી વધુ ઊંચાઈ હોય તો અરાવલી ગીરીમાળાનો ભાગ ગણાય એવું સમિતિ કહે છે અને સુપ્રીમ કોર્ટ સ્વીકારે પણ છે! લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર વચ્ચેથી નીકળી ગઈ! ખરેખર તો 100 મીટર સરાસરી દરિયાઈ સપાટીથી ગણવા જોઈએ. હવાઈ મથકના ગરણી ક્ષેત્રમાં મકાનોની મહત્તમ ઊંચાઈ દરિયાની સરાસરી સપાટીના સ્તરને આધારે કે પ્રમાણભૂત સ્તર ચિન્હો (સ્ટાન્ડર્ડ બેન્ચમાર્ક) ને આધારે અપાય છે અને જ્યારે એમ ના થાય ત્યારે હવાઈમથકના વિસ્તરણને હાડમારી થાય છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે અરાવલીની અખંડિતને જાળવવા કામ કરશે તેવી જાહેરાત ૨૪ ડિસેમ્બરે બહાર પાડી, નવી ખનન પ્રવૃતિઓ રોકવા, સાથે જ સંરક્ષિત વિસ્તાર વધારવાની પણ વાત કરી. પરંતુ તેમાં જે મુખ્ય વિવાદ ૧૦૦ મિટરની ઊંચાઈને લઈને છે તેમાં કોઈ સ્પષ્ટતા કરી નથી. આ મુદ્દો હજી ત્યાંનો ત્યાં જ છે. કેમકે સ્થાનિક સ્તરથી ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈના પહાડો ખોદવા પરવાનગી આપી શકાય છે.
100 મીટર ઊંચાઈ ન હોય તો પર્વત ન ગણી શકાય? ખરેખર તો પર્વતનો પડછાયો જ્યાં જ્યાં ફરતો હોય તે તમામ વિસ્તાર પર ખોદકામ પર પ્રતિબંધ હોવો જોઈએ. રેડિયો એક્ટીવ પદાર્થ કે સોનું નીકળે તો ત્યારની વાત અલગ છે. કોઈ સમિતિનો અહેવાલ સ્વીકારવો કે ન સ્વીકારવો તે વડાપ્રધાન કે મુખ્યમંત્રીની મનસુફી કે વિવેકબુદ્ધિ પર રહેલો છે. તે અહેવાલ સરકારને બંધનકર્તા નથી તો અરવલ્લી અંગે નિમાયેલ તજજ્ઞ સમિતિનો અહેવાલ સરકારને કે અદાલતને બંધનકર્તા ક્યાંથી હોઈ શકે? તજજ્ઞ સમિતિના અહેવાલ પર પ્રથમ વહીવટીતંત્રએ અભ્યાસ કરવો-કરાવવો જોઈએ અને કારણો સહિત સ્વીકાર કે અસ્વીકાર કરવો જોઈએ.
ખાણ ખનન પ્રવૃત્તિ કરતા પહેલા લાભાલાભનો પણ વિચાર કરવો જોઈએ. ખનન પ્રવૃત્તિને લીધે વિદેશી બ્રાન્ડ મશીનો બનાવતી કંપનીઓને કામ મળશે. કંપનીઓના પ્રમાણમાં મજૂરોને શું મળશે? અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ આપેલા તારણો મુજબ ભારતને શુદ્ધ હવા મેળવતા 180 વર્ષ લાગશે હવે આ તારણોમાં અરાવલી ગિરિમાળાના નિકંદનનો હિસાબ ભેગો થશે ત્યારે શુદ્ધ હવા મેળવતા કેટલા વર્ષ વધી જશે? ખરો પ્રશ્ન અદાલત, અરાવલી ગિરિમાળા, ધાર્મિક માન્યતાઓ કે વહીવટીતંત્રની સત્તા અંગે નથી. સંશોધન દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી, બૌદ્ધિક સંપદાથી સંપત્તિનું સર્જન કરનાર દ્રષ્ટિવાન ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓનો અભાવ છે. કો.ઓપ. સેક્ટરને એક મર્યાદા છે કેમકે સંશોધન માટે બજેટ ફાળવવું મુશ્કેલ હોય છે.
એટલે છેલ્લે ખેતરો, પહાડો, જંગલો, દરિયા કે નદી વેડફી નાખવા પડે. બૌદ્ધિક સંપદાની માલિકી વિના પર્યાવરણની સુરક્ષા શક્ય નથી, સિવાય કે દેશ મશીનો દરિયામાં નાખીને ચરખા તરફ પાછો વળે. અરાવલી ગિરિમાળામાં ખનન પ્રવૃત્તિ અંગે નિર્ણય વહીવટી તંત્રને બદલે સુપ્રીમ કોર્ટે કરવો પડે એ કોઈ પણ લોકશાહી દેશ માટે સારી વાત નથી. વહીવટ બાબતે પ્રથમ અધિકાર ચૂંટાયેલી સરકારને છે અને જ્યારે તે કાયદાની વિરુદ્ધ કામ કરે ત્યારે અદાલત દરમિયાનગીરી કરી શકે. સંસદે ભારતની પર્વતમાળાઓના અભ્યાસ માટે સમિતિ નિમિને એક સમાવિષ્ટ નીતિ કાયદા દ્વારા બનાવવી જોઈએ.
વિકસિત દેશોમાં કલમો અને કાયદાપોથીના આધાર પર અદાલતો ચાલે છે ચુકાદાઓ પર નહીં. તેથી જ ટ્રમ્પના ટેરીફસ ઓર્ડર સામે ચાર પાંચ મહિનાની અંદર અમેરિકાની નીચલી તથા અપીલ કોર્ટે ચુકાદા આપી શકી. અરાવલી અંગેનો નિવેડો વર્ષો બાદ આવ્યો તે પણ હજી પૂર્ણ નહીં કહેવાય. પર્યાવરણ મંત્રાલય દ્વારા અભ્યાસ પૂરો થયા બાદ અને સસ્ટેનેબલ માઈનિંગ મેનેજમેન્ટ પ્લાન (ચિરસ્થાયી ખનન પ્રબંધન આયોજન) બન્યા બાદ નવા વિવાદો ઉભા થવાની સંભાવના રહેલી છે.
– કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.