રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. રાજ્યમાં આજે નવા 890 કેસ નોંધાયા હતા. આજે 549 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા (Recover) થવાનો દર ઘટીને 96.72 ટકા પર આવ્યો છે. જ્યારે આજે માત્ર 5 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ (Case) નોંધાયો નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં સુરત મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4425 થયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 205, સુરત મનપામાં 240, વડોદરા મનપામાં 76, રાજકોટ મનપામાં 79, ભાવનગર મનપામાં 10, ગાંધીનગર મનપામાં 10, જામનગર મનપામાં 11 અને જૂનાગઢ મનપામાં 5 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 4717 વેન્ટિલેટર ઉપર 56 અને 4661 દર્દીઓ સ્ટેબલ છે.
નું અને 5,15,842 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 83,138 વ્યકિતઓનું રસીકરણ કરાયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આ રાસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
અમદાવાદના 10 વોર્ડમાં રાત્રે 10 પછી હોટલો-ખાણીપીણીના બજાર બંધ
ગાંધીનગર: રાજયમાં સોમવારે કોરોનાના નવા 890 કેસો નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા વિસ્તારમાં નવા 205 કેસો નોંધાંતા હવે અમદાવાદ મનપા દ્વ્રારા મહત્વના નિર્ણયના ભાગરૂપે 10 જેટલા વોર્ડમાં હોટલો અને ખાણી પીણી બજાર બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ધાટલોડિયા, મણીનગર, માણેકચોક અને રાયપુરમાં ખાણી પીણી બજાર, રેસ્ટોરા, મોલ-શો રૂમ, પાનની દુકાન, કલબ બંધ રાખવાની રહેશે.
સુરતમાં કેસમાં વધારો
સુરત : દોઢ મહિના બાદ સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બંને હોસ્પિટલમાં 7 દર્દીઓ બાયપેપ ઉપર છે જ્યારે 9 દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. સુરતની પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે.
દોઢ મહિના પહેલા સુરતની સિવિલ હોસ્પિટલમાં 39 દર્દીઓ દાખલ હતા, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 31 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે દાખલ દર્દીઓની સંખ્યા ઓછી થઇ હતી, ફેબ્રુઆરી મહિનામાં સુરતની સિવિલ હોસ્પિટલમાં આઠથી 9 દર્દીઓ હતા જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં માત્ર 7 દર્દીઓ જ સારવાર લઇ રહ્યા હતા. દોઢ મહિનાના સમયગાળા બાદ હાલમાં સુરતની નવી સિવિલમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે,જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 11 દર્દીઓ છે. સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓને બાયપેપ ઉપર અને પાંચ દર્દીને ઓક્સિજન અપાયો છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્ધીઓને બાયપેપ તેમજ ચાર દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યુ
સુરત શહેરમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું. નાનપુરામાં રહેતા 86 વર્ષના વૃદ્ધને કોરોના થતા તેઓને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેઓનું સોમવારે મોત નીપજ્યું હતું. શહેરમાં અત્યાર સુધી કુલ્લે 853 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે.