સુરત: (Surat) શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં (Youth Jumped in Tapi) છલાંગ લગાવી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગે (Fire Department) રેસ્ક્યુ કરી અજાણ્યા ઈસમને કોઝવેના પાણીમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. રાહદારીઓના મોબાઇલમાં આ ઘટનાનો લાઇવ વીડિયો (Live video) પણ કેદ થયો છે. જોકે, યુવકને બહાર કાઢીને 108માં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ફાયરની તપાસમાં જાણવા મળ્યું હતું કે મોતની છલાંગ મારનાર ઈસમ સુરત એસટી ડેપોમાં કંડકટરની ટ્રેનિંગ માટે આવ્યો હતો તેમજ તેનો પહેલો દિવસ હતો. અજાણ્યા ઇસમના આપઘાત (Suicide) પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.
સુરત માં સતત આપઘાત ની ઘટના વધી રહી છે. એક યુવાને તાપી નદીમાં (Tapi river) ઝપલાવી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. સુરત ના રાંદેર અને કતારગામ ને જોડતા વીયર કમ કોઝ-વે ખાતે એક યુવાને અચાનક આવીને તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ ફાયરને આપી હતી. ફાયર વિભાગ સાથે 108 ઇમરજન્સી સેવા પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી હતી. ફાયર વિભાગે તત્કાલિક યુવાનને બહાર કાઢ્યો હતો. જોકે, તે પહેલાંજ યુવાનનું મોત થઈ જતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ યુવાનનાં મૃતદેહનો પોલીસે કબ્જો લઈને મરનાર યુવાન કોણ છે ક્યાં રહે છે અને ક્યાં સંજોગો માં ક્યાં કારણે આપઘાત કર્યો છે તે દિશમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મારનાર ઈસમ સુરત એસટી ડેપોમાં કંડકટરની ટ્રેનિંગ માટે આવ્યો હતો તેમજ તેનો પહેલો દિવસ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.