Charchapatra

GST ની અસરો

કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે જાહેરાત બાદ ઉદ્યોગપતિઓ, મેન્યુફેક્ચરર , જીએસટી ઘટાડાનો લાભ પોતાના નફામાં ઘટાડો કરીને ઉત્પાદનને સસ્તી કરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આપે તે ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારનું જીએસટી કાઉન્સિલનું આ માટેનું મિકેનિઝમ શું કરે છે તે આવનારા નાણાકીય વર્ષ માર્ચ 2026 સુધીમાં સ્પષ્ટ થવું જોઈએ. સામાન્ય મધ્યમ વર્ગને મોંઘવારીથી રાહત થાય એ અત્યંત જરૂરી છે.   જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી, તેમાં જે બે મહિના પહેલા સુધારો કરવામાં આવ્યો તે દરમિયાન દેશના લોકો પાસેથી 55 લાખ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવેલા છે.

વર્ગની દ્રષ્ટિએ જોવામાં આવે તો 54% ગરીબ 45% સામાન્ય મધ્યમ વર્ગ અને માત્ર ત્રણ ટકા પૈસાદાર વર્ગ ના ખિસ્સામાંથી GST વસૂલવામાં આવ્યા છે,  એટલે હવે જવાબદારી ઉદ્યોગપતિઓની તથા ઉત્પાદકોની અને કોર્પોરેટ્સ ની , અને FMCG પ્રોડક્શન કરતી કંપનીઓની છે કે જીએસટી નો ઘટાડો જે છે તેનો સીધો ફાયદો પોતાનો નફો ઘટાડીને લોકોના દૈનિક જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવ માં, મોંઘવારીમાં ઘટાડો કરે અને સરેરાશ ભારતીયને રાહત થાય ને તેની બચતમાં વધારો કરવાનું કારણ બને. કેન્દ્ર સરકાર નું જીએસટી કાઉન્સિલ મોનિટરિંગ કરે તો સારું.
નવસારી – રાજન જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top