પોરબંદરના ગાંધીએ એક માત્ર પોતડી પહેરી દેશને આઝાદ કર્યાનું બાળપણમાં અભ્યાસમાં આવ્યું અને આઝાદી પછીનાં 70 વર્ષ સુધી જે પણ કોઈ શાસકો આવ્યા તેઓએ ફક્ત કોઈ એક જ સમુદાય માટે ખૂબ કામ કર્યું અને તેમના હિતમાં જ કાયદા ઘડ્યા, જેનાં દુષ્પરિણામ આજની પેઢી ભોગવી રહી છે અને તે પણ કોઈ જાહેરાત વગર અને આજે આ એક જ સમુદાય ભારતને ખુલ્લેઆમ લૂંટી રહ્યો છે અને ભારત બરબાદ કઈ રીતે થાય તે પર વિચારતો એક વિશાળ સમુદાય બની ગયો છે. આવા સમુદાયનાં બહેરાં મૂંગાં ભક્તને ભાજપ અને નરેન્દ્ર મોદી આંખમાં ખૂંચે છે.
છેલ્લાં 14 વર્ષમાં જે પણ કોઈ સરકારી યોજના કે સરકારી માલમિલકતનો ઉપયોગ બધા જ ભારતીય કરે તેવી વ્યવસ્થા અને આયોજન થયાં તે પણ આ બહેરાં મૂંગાં ભક્તોને દેખાતો નથી અને ભાજપ અને નરેન્દ્રભાઈ મોદીને પક્ષે રહેનારને અંધ ભક્તો કહી નવાજે છે જેનો અંધ ભક્તોને કોઈ અફસોસ નથી. જે રાજ્યમાં ભાજપની સરકાર નથી ત્યાંની અને હિન્દુઓની સ્થિતિ કેવી છે તે બહેરાં મૂંગાં હિન્દુ ભક્તોએ જાણી લેવું જોઈએ. બહેરાં અને મૂંગાં રહી નરી આંખે જે આઝાદીનાં 70 વર્ષ સુધી ચલાવ્યું તે કેમ તેઓ કે તેમના વડીલોએ ચલાવી લીધું?!
ભાજપ જે પણ કંઈ કરે છે તે ડંકે કી ચોટ પે કરે છે અને પૂરા જન સમુદાય માટે કરે છે. આ પહેલાં જે ખાનગી રાહે રેવડી વેચાઈ અને વ્યક્તિગત કે એક જ સમુદાય માટે લાભાલાભ થાય તેવી કોઈ યોજના ભાજપ લાવ્યું નથી. ભાજપ કે નરેન્દ્ર મોદીએ આપેલાં વચન હજુ પૂરાં કર્યાં નથી તેમ છતાં અંધ ભક્તો તો તેમનાં જ થઈને રહેશે તે બહેરાં મૂંગા આશિકોએ સમજી લેવું જોઈએ. અને ભાજપે પણ નરેન્દ્ર મોદીએ પણ ચૂપ રહી કામ કરી દેશની અખંડતા સાથે દેશનું ફલક વિસ્તરે તેવું ચૂપચાપ કામ કરવું રહ્યું .
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.