મંગળપ્રસંગે ક્યારેક વિઘ્ન સર્જાય છે, જે ઓચિંતુ હોય છે. વિઘ્નકર્તા જો માનવ હોય તો લોકો તેને જંગલી કહી દે છે. જો વરકન્યાને પ્રતિકૂળતા મા-બાપની અસંમતિ હોય અને તે ભાગી જઇને પરણી જાય તો અલગ વાત છે. પણ જ્યારે જીવનભર સાથ નીભાવવાની પ્રતિબંધતા સાથે આવેલા વરવધૂને ભાગી જવું પડે અને સુરક્ષિત રીતે ગોંધાઇ જવું પડે ત્યારે વિચિત્રતા જન્મે છે. લખનૌના એક ભોજન સમારંભમાં વણનોતર્યો એક દીપડો ભોજનના હોલમાં ઘૂસી ગયો. તેને જોઇને મહેમાનોએ તો નાસભાી કરી પણ વરકન્યાનેય ભાગી જઇ કલાકો સુધી મોટરકારમાં ગોંધાઇ જવું પડ્યુ.
લગ્ન સમારંભના આનંદમાં ભંગ ભળી ગયો. વન-અધિકારીઓને બોલાવવા પડ્યા. દીપડાને પકડીને લઇ જવામાં તેઓ જખ્મી થયા. બે જીવોના મિલન પ્રસંગે સૌના જીવ અધ્ધર થઇ ગયા અને દંપત્તનિને આશીર્વાદ, શુભકામના પાઠવાને બદલે નાસભાગ મચી ગઇ. પોલીસ અને વનઅધિકારીઓ સંરક્ષણ માટે મથ્યા કલાકોની જહેમત પછી દીપડાને બેભાન કરીને પાંજરે પૂર્યો. જાણ. અપરાધીને જેલમાં પૂર્યો. જંગલો પાંખા થઇ રહ્યા છે, તેને પરિણામે જંગલી જાનવરો માનવવસ્તી અને શહેરોમાં ઘૂસી જાય છે. સાંસરિક સુખની વ્યવસ્થા માટેના પ્રસંગમાં માનવભક્ષી જાનવરનું વિઘ્ન ઓચિંતુ આવી પડ્યું. મંગલ પ્રસંગે જંગલનો ભય ફેલાયો.
ઝાંપાબજાર, સુરત- યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.