સુરતના 18 વર્ષીય યુવકનું બ્રેડલાઈનર સર્કલ પાસે ડિવાઈડર સાથે બાઈક ભટકાવાના કારણે અકસ્માત મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકના શરીરના ચીંથડે ચીંથડા ઉડી ગયા હતા. અકસ્માતનું કારણ સ્પીડ હતું. યુવકને તેની પોતાની મનપસંદ કેટીએમ બાઈક ફૂલસ્પીડમાં દોડાવવાનું ભારે પડ્યું હતું. બ્રિજ પરથી 140થી વધુ સ્પીડમાં બાઈક દોડાવતી વખતે કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ઘટના સ્થળે જ યુવકનું મોત થયું હતું. આમ જે બાઈક તેને સૌથી વધુ પ્રિય હતી તે જ બાઈક તેના મોતનું કારણ બની હતી.
- સુરતના 18 વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત
- ઓવરસ્પીડીંગના લીધે બાઈક ડિવાઈડર સાથે અથડાતા પ્રિન્સનું મોત થયું
પ્રાપ્ત માહિતી અનુસાર 18 વર્ષીય પ્રિન્સ પટેલનું અકસ્માત મોત નિપજ્યું છે. પ્રિન્સ પોતાની KTM બાઈક લઈને યુનિવર્સિટી રોડથી ભટાર તરફ જઈ રહ્યો હતો ત્યારે બ્રેડ લાઈનર બ્રિજથી નીચે ઉતરતી વખતે વધુ સ્પીડના લીધે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા. ઘટના સ્થળે જ પ્રિન્સનું પ્રાણપંખેરું ઉડી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે ખસેડાયો છે. પોલીસે કહ્યું કે, યુવકે હેલમેટ પહેર્યું નહોતું. અકસ્માતમાં તેના શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. ઓવરસ્પીડીંગના લીધે અકસ્માત થયો હતો.
પરિવારનો એકનો એક દીકરો હતો
પ્રિન્સની માતા આવાસમાં રહે છે. દૂધ વેચાણ કરી ગુજરાન ચલાવે છે. પ્રિન્સ તેનો એક નો એક દીકરો હતો. પ્રિન્સે ધો. 10 સુધી અભ્યાસ કર્યો હતો. તેને રીલ બનાવવાનો શોખ હતો. બે દિવસ પહેલાં જ પોતાની પ્રિય બાઈક KTM માટે પોસ્ટ મુકી હતી. પ્રિન્સે બાઈકને લૈલા નામ આપ્યું હતું. અને રીલમાં લખ્યું હતું કે, આ રીલમાં એક ડાયલોગ હતો કે,
”જબ તક મજનુ જિંદા થા ઉસે ઇસ દુનિયા મેં લેલા સે ખૂબસૂરત કોઈ લગી નહીં, લેકિન અબ વહ ઉસ જહાન મેં હૈ જહાં હુર ઔર પરીયા ભી રહેતી હૈ, લેકિન વહા જાકર ઉસે લેલા સે હસીન કોઈ લગી નહીં રહી હૈ. ”
આમ જે બાઈકને સૌથી વધુ પ્રેમ કરતો હતો તે જ બાઈક તેના મોતનું કારણ બની.