SURAT : ગુજરાત ( GUJARAT) માં કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION) ની ગતિએ ફરી ચિંતા ઉભી કરી છે. કોરોનાના દૈનિક મામલામાં વધારો થવાને કારણે હવે ગુજરાતની શાળા ( SCHOOLS) ઓમાં કોરોના ચેપ પહોંચી ગયો છે. ગુજરાત સરકારને સ્કૂલ ખોલવાની મંજૂરી આપવાનું હવે ભારે પડી રહ્યું છે. શાળાઓના વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યામાં કોરોના ચેપ લાગ્યાં છે. સુરતની સ્કૂલોમાં કરવામાં આવેલી નવીનતમ તપાસમાં 85 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ( CORONA POSITIVE) મળ્યાં છે. આ આંકડાથી રાજ્ય સરકારને કોરોના નિયંત્રણમાં લાવવા વ્યૂહરચનાઓ પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી છે.
માહિતી અનુસાર, દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ ( CORONA VIRUS) ના ચેપને ધ્યાનમાં રાખીને, ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 25 શાળાઓના 1613 વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે 85 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE) છે. તમામ શાળાઓને તાત્કાલિક બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે જેમાં 5 થી વધુ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં સુરતમાં ઘણી શાળાઓ ફરી બંધ કરાઈ છે.
સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. સુરત જિલ્લાના ગામોમાં શનિવારે વધુ 18 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 13,334 પર પહોંચ્યો છે. સુરત જિલ્લાના ચોર્યાસી ગામમાં 7, ઓલપાડમાં 1, કામરેજમાં 4, પલસાણામાં 2, બારડોલીમાં 2, માંગરોળમાં 2 એમ કુલ 18 દર્દીઓ નોંધાયા છે તેમજ શનિવારે 15 દર્દીઓ સાજા થતા અત્યારસુધીમાં કુલ 12,834 દર્દીઓ સાજા થયા છે.
શહેરમાં કોરોનાના કેસમાં ફરીવાર ઉછાળો આવ્યો છે. ચૂંટણી બાદથી જ શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. શહેરમાં શનિવારે નવા 188 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે અત્યાર સુધીમાં કુલ આંક 42,259 પર પહોંચ્યો છે તેમજ શહેરમાં વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 852 પર પહોંચ્યો છે. સુરતમાં કોરોનાના દર્દીનો આંક શનિવારે ફરી આખા રાજ્યમાં સૌથી વધુ છે. શનિવારે શહેરમાં વધુ 121 દર્દીઓ સાજા થવાની સાથે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 40,503 પર પહોંચી છે અને રિકવરી રેટ 95.84 ટકા પર પહોંચી છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
સુરતના આ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો દેખાતા લોકોમાં પણ ફરી ધીમો ભય ઊભો થઈ રહ્યો છે. સેન્ટ્રલ 10,વરાછા- 12,વરાછા-બી 10, રાંદેર 43, કતારગામ 12, લિંબાયત 13, ઉધના 24, અઠવા 64
કોવિડ-19નો કહેર શહેરમાં વધી રહ્યો છે ત્યારે આજે વધુ એક વેડ દરવાજાની મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. ગત તારીખ 28 ફેબ્રુઆરીથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલી વેડ દરવાજાની 45 વર્ષિય મહિલા દર્દીએ કોવિડ-19ની સારવાર વચ્ચે દમ તોડ્યો હતો. કોવિડ-19 વચ્ચે 45 દિવસ લાંબા સમય બાદ મોત થઇ રહ્યા છે. ગત જાન્યુઆરી મહિનાની 25મી જાન્યુઆરીના રોજ કોવિડ-19ના દર્દીનુ મોત નીપજ્યું હતું. 45 દિવસ બાદ ગઇકાલે વેસુના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે વેડ દરવાજાની મહિલા દર્દીનું મોત નીપજ્યું છે.