World

VIDEO: દુબઈના એર શોમાં મોટી દુર્ઘટના, તેજસ ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું

દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન આજે એક તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું. આ ઘટના બપોરે 2:10 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે વિમાન પ્રદર્શન માટે ઉડાન ભરી રહ્યું હતું. અકસ્માત બાદ આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો. સૌથી ખરાબ સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ થયું છે.

બઈ એર શો દરમિયાન એક અભૂતપૂર્વ ઘટના સામે આવી છે. ભારતનું સ્વદેશી લડાકું વિમાન LCA Tejas એક ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ દરમિયાન અચાનક ક્રેશ થયું. આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે બની હતી, જ્યારે હજારો દર્શકો વિમાનના એરોબેટિક્સને જોઈ રહ્યા હતા.

વિમાન હવામાં એક અદ્ભુત ટર્ન લઈ રહ્યું હતું ત્યારે અચાનક પાયલોટે કાબુ ગુમાવ્યો. થોડીક જ સેકન્ડોમાં તેજસ ફૂલસ્પીડમાં નીચેની તરફ ધસવા લાગ્યું અને સીધું જમીન પર અથડાયું. જમીન સાથે ટક્કર થતાં જ એક જોરદાર બ્લાસ્ટ થયો, જેનાથી અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા. સંરક્ષણ સૂત્રો કહે છે કે આ માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે.

દુબઈ એર શો વિશ્વના અગ્રણી ઉડ્ડયન કાર્યક્રમોમાંનો એક છે, જ્યાં વિશ્વભરની એરલાઇન્સ અને લશ્કરી ઉત્પાદકો તેમની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. આ અકસ્માતે એર શોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાત્કાલિક ઘટનાસ્થળે કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી અને ઉડ્ડયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

તેજસ વિમાન શું છે?
ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન એક ફાઇટર એરક્રાફ્ટ છે જે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે વજનમાં હલકું અને ઝડપી હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને વધુ ચપળતાથી ઉડાન ભરવા અને વિવિધ પ્રકારના લડાઇ મિશન કરવા સક્ષમ બનાવે છે.

તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તે 4.5 પેઢીનું વિમાન છે એટલે કે તેમાં ઘણી નવી તકનીકોનો સમાવેશ થાય છે. તેજસ નાનું અને હલકું છે અને તેને સુપરસોનિક કહેવામાં આવે છે એટલે કે તે અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી ઉડી શકે છે.

Most Popular

To Top