સંસ્કૃતની એક સુભાષિતનો ભાવાર્થ કંઇક એવો થાય છે કે દરેક વસ્તુ કામની હોય છે, માત્ર એને કઇ રીતે કામમાં લેવી એની આવડત હોવી જોઈએ. માત્ર વસ્તુ નહીં, વ્યક્તિનું પણ એવુ જ છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનશ્રી વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન તો કરે જ છે અને સૌની સાથે આત્મીયતાથી વાતો પણ કરે છે. યુટ્યુબ પર આપણા એક ‘મલ્લ’ (રેસલર)નું બાવડુ પકડી ને એને પૂછેલુ કે પેલા એ તને અહીંયા બચકુ ભરેલુ (કરડેલો) ને? ચલો અહીં લગી સારી વાત છે. પણ એ મહાશયે એ ખેલાડીઓને ધંધે લગાડતા કહ્યું કે તમારે વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું.
હવે મૂળ વાત પર આવીએ. દેશભરમાંથી પૂર્વસૈનિક, ભલે પછી એ સ્થળસેના, નૌસેના કે પછી વાયુસેનાના કેમ ના હોય, વિશાળ સંખ્યામાં તેઓને આપણા જીલ્લામાં ગયા શનિ-રવિ બોલાવી સૌનું સન્માન તો કર્યુ પણ સાથે સાથે લીંબુ પકડાવતા કહ્યું તમારે આટ-આટલા વિદ્યાલયોમાં જઈ સરદાર વલ્લભભાઈ વિશે ‘બે શબ્દ’ કહેવાના. જો કે આમાં જરીકે ય તે અતિશયોક્તિ નથી. અપેક્ષા એટલી જ રાખવાની કે આ મોહીમ દૂધ ના ઉભરા જેવી ના રહે. કેમ કે દેશની રક્ષા કરનાર નિવૃત સૈનિક હવે દેશને સજાવવા માટે કટીબદ્ધ થાય એ આનંદની વાત છે.
પાલણપોરગામ, સુરત – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.