Charchapatra

સુરતમાં પણ દોડતી હતી ડબલ ડેકર બસ

વરસ 1985 સુધી સુરતના રસ્તા ઉપર ડબલ ડેકર બસ દોડતી હતી. ત્યારે સુરતનો ખાસ વિકાસ થયો ન હતો. તે સમયે સુરતના રસ્તાઓ સાંકડા હતા, આંતરિક રસ્તાઓ પર સામાન્ય સિટી બસ અને મેઈન રોડ પર ડબલ ડેક્કર બસ દોડતી હતી. સિટી બસનું મુખ્ય મથક સ્ટેશન, ચોક અને વાડી ફળીયા હતું. સ્ટેશનથી ચોક અને વાડી ફળિયાથી ભેસ્તાનનાં રૂટ પર ડબલ ડેકર બસ દોડતી હતી. સામાન્ય સિટી બસ સુરતના આંતરિક રસ્તા પર પણ દોડતી હતી. જેમાં સ્ટેશન વાયા રાજમાર્ગ ચોક અને ચોકથી ભાગળ ચાર રસ્તાથી પીરછડી રોડ, ગલેમંડી રોડ થઈ સ્ટેશન સિટી બસ દોડતી હતી.

સ્ટેશનથી બેગમપુરા મોટી ટોકીઝ થઈ મુંબઈ વડથી સલાબતપુરા મચ્છી બજાર થઈ ચોકી શેરી, પીપરડી શેરી, સિંગાપુરીની વાડી, રૂસ્તમપુરા આશાપુરી મંદિર, ઉધના દરવાજા, સબજેલ, મજુરાગેટથી અઠવા ગેટ, ચોપાટી સુધી બસ દોડતી. સુરતનાં આ વિસ્તારનાં વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજ જવા માટે સિટી બસનો ઉપયોગ કરતા. આજે એ રૂટ પર નાના વાહનો ચલાવતા નવનેજા પાણી ઉતરે. કોટ બહાર સુરતનો ખૂબ વિકાસ થયો પણ આજે કોટ વિસ્તારનાં જે રસ્તા પર જ્યાં બસ દોડતી હતી ત્યાં કાર ચલાવી શકો તો જંગ જીતવા બરાબર ગણાય!સલાબતપુરા, સુરત- કિરીટ મેઘાવાલાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લાલો
હાલમાં લાલો ફિલ્મ ઘણી ધૂમ મચાવે છે. આ ફિલ્મ દરેક વ્યક્તિએ જોવાલાયક છે. ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના પાઠમાંથી મહત્ત્વનો વિષય ધ્યાનમાં લઈને અમુક સંવાદો બતાવ્યા છે. તે દરેક વ્યક્તિને સ્પર્શે છે અને જો કોઈ વ્યક્તિ સારી રીતે સમજે તો તે આપઘાત જેવા વિચારો, ખોટા કાર્ય કરવા તથા દુ:ખી થવામાંથી સંતોષ વ્યક્ત કરી શકે એમ છે. આપણી ગુજરાત સરકારે બનતી તાકીદે આ ફિલ્મને કરમુક્ત કરવી જોઈએ જેથી સામાન્ય નાના પરિવારની વ્યક્તિઓ પણ જોઈ શકે.
          – મહેશ પી. મહુવાગરાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top