Charchapatra

વ્યવસ્થા પૂર્વકની અવ્યવસ્થા

ચૂંટણી પંચે મતદાર યાદીમાં સુધારણા કરવા માટે સ્પેશિયલ ઇન્સર્ટિવ રિવિઝન SIR ની પ્રક્રિયા શરૂ કરી,  ચાર મહિનાની કામગીરી છે. શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ને બીએલઓની જવાબદારી આપવામાં આવી. રવિવારે 16-11-25 ના રોજ બુથ ઉપર BLO ફરજ ઉપર હાજર રહ્યા, પરંતુ ખુદ BLOને અને મતદાતાઓને જે  હાલાકી પડી તે અક્ષમ્ય છે. વર્ષ 2002 ની યાદીને આધારે સુધારણા ગજબ છે! ત્યાર પછી ૨૨ વર્ષ મતદાન કર્યું હોય તેનું શું? ખબર નથી ,જવાબ નથી, 2002થી લોકસભામાં 2024 માં મતદાન કરનાર ઘણા લોકોના નામ નીકળી ગયા છે!

કેવી રીતે નીકળી ગયા? ખબર નથી, જવાબ નથી,આધાર નથી . જે મતદાર નીકળી ગયા તે મતદારે ફોર્મ ૬ ભરવાનું! અફરા તફરી મચી છે, જાગૃત રહી પોતાનું નામ સુનિશ્ચિત કરજો, સરકારશ્રીએ યુવાનોને તાલીમ આપીને ચાર મહિનાની કામગીરી માટે ઉચ્ચક પગાર બાંધી રોજગાર આપીને કામગીરી પૂર્ણ થયે અનુભવનું પ્રમાણપત્ર આપી કાયમી સરકારી વ્યવસ્થામાં પૂર્ણ પગારના કર્મચારી બનાવવા જોઈએ. શિક્ષકો જે દેશનું ખરું ધન અને સરકારી કર્મચારીઓ જે સરકારની કરોડરજ્જુ છે, તેમનું શોષણ બંધ થવું જોઈએ.
નવસારી – રાજન જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top