ભાવનગરના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ખાંભલાની પત્ની અને બે સંતાનોના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુદ શૈલેષ ખાંભલાએ જ ત્રણેયની હત્યા કરી તેમની ડેડબોડી 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધા હતા.
શૈલેષ ખાંભલાએ આયોજનપૂર્વક પત્ની અને બે સંતાનોના મર્ડર કર્યા હતા. ત્યાર બાદ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયા હોવાની પોલીસને જાણ કરી હતી. 10 દિવસ બાદ ભાવનગરમાં પોતાના ક્વાર્ટરની બાજુમાં ખાડો ખોદી દાટી દીધા હતા.
ડ્રાફ્ટ મેસેજથી કેસ ઉકેલાયો
તપાસ દરમિયાન પોલીસે શૈલેષ ખાંભલાની મૃત પત્નીનો મોબાઈલ ચેક કર્યો હતો. તે ફોન ફ્લાઈટ મોડમાં હતો. તેમાં એક ડ્રાફ્ટ મેસેજ પડ્યો હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા શૈલેષની પત્નીના જૂના મેસેજની ભાષા અલગ હતી. તે મિસમેચ થતી હતી. તેથી પોલીસને શૈલેષ પર શંકા થઈ અને તે દિશામાં તપાસ કરતા કેસ ઉકેલાયો હતો.
કઈ રીતે મર્ડર કર્યું?
શૈલેષ ખાંભલાએ 2 નવેમ્બરે જ પત્ની અને બે સંતાનોના મર્ડરનું એડવાન્સ પ્લાનિંગ કરી રાખ્યું હતું. ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે ખાડો ખોદાવી રાખ્યા હતા. ત્યાર બાદ બે ગાડી માટી મંગાવી હતી. પ્લાનિંગ થયા બાદ પત્ની-પુત્ર અને પુત્રીની 5 અથવા 6 નવેમ્બરે હત્યા કરી હતી.
પોલીસ ખુદ ફરિયાદી બની
આ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની છે. શૈલેષ ખાંભલા સામે પુરાવાનો નાથ અને પોલીસને ગેરમાર્ગે દોરવાની પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ મુજબ 5 નવેમ્બરના રોજ એસીએફ શૈલેષ ખાંભલાનો પરિવાર દિવાળીના વેકેશન અર્થે ભાવનગર આવ્યા હતા. ત્યારે આખો ખેલ પાર પાડ્યો હતો.