National

કોરોના વકરતા પૂણે-પંજાબમાં સ્કૂલો બંધ

દેશમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્રના પૂણે જિલ્લામા& શાળા અને કૉલેજો 31મી માર્ચ સુધી બંધ કરવા આદેશ અપાયો છે. પંજાબ સરકારે ચાર વધુ જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે અને તમામ શાળાઓ બંધ કાકરી દીધી છે.

પંજાબના હવે કુલ આઠ જિલ્લાઓ લુધિયાણા, પતિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિબ, જાલંધર, નવાશહર, કપુરથલા અને હોંશિયારપુરમાં રાત્રે 11થી સવારે 5 સુધી કર્ફ્યુ રહેશે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષકો જો કે શાળાએ આવશે. વાર્ષિક પરીક્ષાઓ ઑફલાઇન લેવાશે. પંજાબમાં શુક્રવારે 1318 નવા કેસો નોંધાયા હતા.

કોવિડ-19 ના તાજેતરના કેસોને ધ્યાનમાં લેતા, મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં વહીવટીતંત્રે શાળાઓ અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને હોટલ અને રેસ્ટરાં ઓપરેટિંગ સમયને ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેમજ વિદર્ભના અકોલામાં શુક્રવાર રાત આઠ વાગ્યાથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

પુણેના વિભાગીય કમિશનર સૌરભ રાવે કહ્યું કે નવા પ્રતિબંધો મુજબ, 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે, હોટલ અને રેસ્ટરાંને રાત્રે 10 વાગ્યા સુધી કાર્ય કરવાની છૂટ આપવામાં આવશે, અને રાત્રિ 11 વાગ્યા સુધી પાર્સલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. વહીવટ સુનિશ્ચિત કરશે કે આ સમયે વર્ગ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓની અસર નહીં પડે, એમ તેમણે જણાવ્યું હતું.

નાગરિકોને રાત્રે 11 થી સાંજના 6 વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે શહેરના માર્ગો પર જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.આ ઉપરાંત લગ્ન, અંતિમ વિધિ અને રાજકીય અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં ફક્ત 50 વ્યક્તિઓને જ એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવશે, ઉલ્લંઘનના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

પુણે શહેરના તમામ જાહેર બગીચાઓ અને ઉદ્યાનો સાંજે બંધ રહેશે, પરંતુ સવારે વોકિંસ માટે ખુલ્લા રાખવામાં આવશે. શુક્રવારે સાંજે જારી કરાયેલા પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ મુજબ, જે મધ્યરાત્રિથી લાગુ થાય છે, પાંચ કે તેથી વધુ લોકોને રસ્તાની એકતરફ ખાણી-પીણી, પાન સ્ટોલ અને આવી અન્ય ખુલ્લી જગ્યાઓ પર એક સાથે ઉભા રહેવા અથવા એકઠા થવા દેવામાં આવશે નહીં.

મોલ અને મલ્ટીપ્લેક્સને રાત્રે 10 વાગ્યા સુધી સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે એમપીએસસી અને યુપીએસસી પરીક્ષાઓ વગેરેના કોચિંગ વર્ગોમાં 50 ટકા બેઠક ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે, એમ તેમણે આદેશ આપ્યો છે. પરભાણીમાં શહેર અને જિલ્લાના નગરોમાં બે દિવસનો કર્ફ્યુ લાદી દેવાયો છે જે શનિવાર મધરાતથી શરૂ થશે અને સોમવાર સવારે 6 વાગ્યા સુધી રહેશે

મહારાષ્ટ્રમાં કોરોનાના 15000થી વધુ કેસ
મહારાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે આ વર્ષનો સૌથી દૈનિક ઉછાળો જોવા મળ્યો. શુક્રવારે નવા 15817 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસો વધીને ૨૨૮૨૧૯૧ થયા છે અને વધુ 56 મોત સાથે કુલ મોત ૫૨૭૨૩ થયા છે. અગાઉ ગયા વર્ષની બીજી ઑક્ટોબરે રાજ્યમાં 15000થી વધુ કેસો નોંધાયા હતા. મુંબઈમાં આજે નવા ૧૬૪૬ કેસો નોંધાયા હતા અને એ પણ મધ્ય ઑક્ટોબરથી સૌથી વધારે છે.

પૂણેની માગ: તમામ લોકોને રસી આપવા દો
પૂણે જિલ્લામાં કોરોનાના કેસો વધતા અધિકારીઓએ કહ્યું કે ઉછાળાને કાબૂમાં રાખવાનો એક ઉપાય 18 વર્ષની ઉપરના તમામ લોકોને રસી આપવાનો છે અને માગણી કરી કે કેન્દ્ર અપવાદરૂપ કિસ્સો ગણીને આના પર નીતિ બનાવે અને તમામ લોકોને રસી આપવા દે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top