ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગમાં માતા-બાળકોને અપાતી સેવાઓનું મૂલ્યાંકન :
નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર રૂપકુમાર બોયા અને સૌમ્યા મોહંતી દ્વારા એસેસમેન્ટ કરાયું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે આજે કેન્દ્ર સરકારની ખાસ મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમ મુલાકાતે આવી હતી. જ્યાં સગર્ભા માતાઓ અને બાળકોની હોસ્પિટલ તરફથી આપવામાં આવતી સેવા સારવારનું મૂલ્યાંકન કરશે. આ ટીમે ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગમાં નિરીક્ષણ કર્યું હતું.

સરકાર તરફથી કોઈપણ સર્વિસીસને ગુણવત્તા સભર કરવા માટે માપદંડની એક પદ્ધતિ હોય છે. જેને લક્ષ અને મુસ્કાન પોગ્રામ નામ અપાયું છે. જેમાં સ્ટેટ લેવલે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. જેમાં એસએસજી હોસ્પિટલ સ્ટેટમાં સર્ટીફાઇડ થઇ છે. આજે નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર રૂપકુમાર બોયા અને સૌમ્યા મોહંતીએ એસેસમેન્ટ માટે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

એસએસજીમાં માતા અને બાળકોની ગુણવત્તાસભર સેવાનું આકલન કરવામાં આવશે. જેઓ એસેસમેન્ટ કરી બાદમાં તેમના દ્વારા ત્રુટીઓ ખામીઓ હશે તો જણાવશે અને ખૂબીઓ અંગે જણાવશે. જેના આધારે એસએસજીમાં આગામી ફેરફાર કરવાનો પ્રત્યન કરાશે. જેથી એસએસજીમાં આવતી તમામ માતાઓ અને બાળકોની યોગ્ય સાર સંભાળ ઉપરાંત બાળ મરણ,માતા મરણ રોગ બધી બાબતોને ધ્યાને લઈ સારી રીતે નિભાવણી કરી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મૂલ્યાંકનમાં સરકાર દ્વારા તૈયાર કરાયેલી એક ચેક લિસ્ટ હોય છે. તેના આધારે આઠ ડિવિઝન હોય છે. જેમાં સર્વિસ પ્રોવિઝનથી માંડીને આઉટકમ સુધીના આઠ ડિવિઝનને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આટલી વસ્તુ આમાં હોવી જોઈએ. તે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. એક ખાસ પ્રકારનું તૈયાર કરાયેલું આ ચેકલીસ્ટ હોય છે. જેના આધારે જ મૂલ્યાંકન થતું હોય છે.