ડેડિયાપાડા તાલુકા કન્યા
પ્રાથમિક શાળા અદ્યતન બની ગઈ

શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. તેમજ શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલવવાનું કેન્દ્ર છે. આ વાક્યનો અર્થ નવી પેઢી સમજે તો ભવિષ્ય ઉજ્જવળ થાય. ડેડિયાપાડામાં ભૂતકાળમાં કુમાર અને કન્યા માટે મિશ્ર શાળા તરીકે ચાલતી હતી. પણ 52 વર્ષ પહેલા વહીવટી દૃષ્ટિએ કુમાર અને કન્યા પ્રાથમિક શાળા તરીકે અલગ કરવામાં આવી હતી. ગત તા.26-7-1973ના રોજ ડેડિયાપાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને એ વખતે એકમાત્ર કન્યા શાળા અલગ બનતાં તાલુકા કન્યા શાળા તરીકે ઓળખ પામી હતી. આ શાળા સમયાંતરે લીલી-સૂકી જોયા બાદ આજે અદ્યતન શાળા બની રહી છે. શિક્ષણ કાર્ય સાથે ઈત્તર પ્રવૃતિમાં શ્રેષ્ઠ કામો થતાં વર્ષ-2019માં જિલ્લા કક્ષાએ સ્વચ્છ શાળા તરીકે એવોર્ડ મેળવ્યો હતો. આ શાળામાં રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિજ્ઞાન મેળો સહિત શાળા કક્ષાએ અનેક પ્રવૃત્તિ થાય છે. 12 રૂમ ધરાવતી કન્યા શાળામાં તેમના માટે સ્વચ્છતા અભિન્ન અંગ છે. શાળામાં લાઈફ સ્કીલ (જીવન કૌશલ્ય), વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ યોગ દિવસ, ઇકો ક્લબ સહિત અનેક પ્રવૃત્તિઓ થાય છે. શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને અનાથ વિદ્યાર્થિનીને જંગલખાતા અને વોરા પરિવાર દ્વારા નોટબુક સહિત શૈક્ષણિક સાધનો વિતરણ કરાય છે. આ કન્યા શાળામાં ભણીગણીને આજે ઘણી વિદ્યાર્થિનીઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. સાથે એનાથી વિશેષ આ શાળાની વિદ્યાર્થિની પૈકી વસાવા તૃપ્તિબેન ચંપકભાઈ તેમજ જાદવ રાગીણીબેન જયંતીભાઈ ડોક્ટર થઈ છે. શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ વસાવા કહે છે કે, આ શાળામાં શૈક્ષણિક કાર્ય ખૂબ જ સરસ રીતે થાય છે. અમારી શાળાના તમામ શિક્ષકો સમૂહભાવથી કામ કરે છે. જેને લઈ અમારી શાળા મોખરે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી ખેડૂતોને અનેક લાભ મળી રહ્યા છે. જ્યાં પ્રયોગશાળામાં થયેલ કૃષિ, બાગાયત, પશુપાલન, ફૂલની ખેતી, મધમાખી ઉછેર, મશરૂમની ખેતી, મરઘાં ઉછેર વગેરે અને ખેતી સાથે સંકળાયેલ સંશોધનોનું ખેડૂતોના ખેતર સુધી પહોંચાડી એક નક્કર અભિગમ અપનાવાયો છે. વર્ષ-1974 દરમિયાન મોહનસિંઘ મહેતા સમિતિની ભલામણો મુજબ ભારતનાં દરેક રાજ્યોમાં KVKની સ્થાપના કરવામાં આવી હતી. KVKની અનેક સફળ વાર્તાઓ અને પરિણામલક્ષી રચનાત્મક કાર્યોને ધ્યાને લેતાં વડાપ્રધાન અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશકે જરૂરિયાત આધારીત એક જિલ્લામાં એક KVKની સ્થાપનાની મંજૂરી આપતાં હાલના તબક્કે ગુજરાતના વિવિધ જિલ્લામાં 30 જેટલી KVK સંસ્થાઓ સાથે સંલગ્નમાં કાર્યરત છે. KVK ખેડૂતોને માર્ગદર્શન આપી કૃષિ મંદિર તરીકે લોકોમાં જાણીતી થઈ છે. આ KVKથી ગામડાનાં યુવાનો/યુવતીઓને કૃષિ આધારી સ્વરોજગાર આપવા, નવી ટેક્નોલોજીથી ખેતીમાં અખતરા કરવા, ખેડૂત શિબિર, મહિલા શિબિર, સેમિનાર, પાક પરિસંવાદ, ખેડૂત દિન, ફિલ્મ શો સહિત અનેક પ્રવૃત્તિ કરાઈ રહી છે. આ સાથે નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને એ હેતુથી શાળાએ જતા પહેલા KVK ખાતે વિવિધ તાલીમો મેળવે છે, જેમાં સિવણ, ગાયના છાણમાંથી બનાવટો સહિત જાણકારી મળી રહે છે. KVKમાં વિનામૂલ્યે શાકભાજી પાકો, બાગાયતી પાકો, ઔષધિય પાકો વગેરેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ અપાય છે.
ખેડૂતોને અદ્યતન ટેક્નોલોજીનું માર્ગદર્શન આપતું ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખેલકૂદમાં મોખરે
ડેડિયાપાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શિક્ષણ સાથે રમતગમતમાં મોખરે રહી છે. બાળકોને તંદુરસ્ત રાખવા માટે રમતનો શોખ ખૂબ જ જરૂરી છે. આ સ્કૂલ કબડ્ડી અંડર-17 જિલ્લામાં પ્રથમ સ્થાને રહી છે. કબડ્ડી અંડર-14 જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શોટપુટ અંડર-19માં ધો-12માં અભ્યાસ કરતા સ્પર્ધક ઉદેશભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન, 100 મીટર દોડમાં ધો-12માં અભ્યાસ કરતા ખેલાડી આશિષો જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. અંડર-19માં 200 મીટર દોડ માટે આ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા ખેલાડી નીતિને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન તેમજ અંડર-19માં 800 મીટર દોડમાં ધો-૧૨માં અભ્યાસ કરતા યશે બીજા ક્રમ પ્રાપ્ત કર્યો છે. અંડર-19માં 400 મીટર દોડમાં ધો-10માં અભ્યાસ કરતા ખેલાડી વિકાસ બીજો ક્રમ, અંડર-19 રીલે 4×100 મીટરમાં સ્કૂલના ખેલાડીઓએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અંડર-19 સ્વિમિંગમાં ધો-૧૨માં અભ્યાસ કરતા ખેલાડી નીતિને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ડેડિયાપાડા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વર્ષાબેન વસાવા
ડેડિયાપાડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ વર્ષાબેન વસાવાને બે ટર્મ સરપંચ પદ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે. મહિલા સરપંચ તરીકે જવાબદારી મળતાં તેમનો અનુભવ ગામને કામ લાગ્યો છે. વર્ષ-2011માં ડેડિયાપાડા સરપંચ પદે વર્ષાબેન દેવજીભાઈ વસાવા પહેલી વખત ચુંટાયાં હતાં. એ વખતથી તેઓ સમાજ સેવામાં જોડાયાં હતાં. બીજીવાર વર્ષાબેન વસાવા સરપંચ તરીકે આરૂઢ થયાં થતાં ઘણાં વિકાસનાં કામો બાકી રહ્યાં હોવાથી એ પૂરાં કરવા માટે કામે લાગ્યાં છે. આ બાબતે વર્ષાબેન વસાવા કહે છે કે, ડેડિયાપાડા ગામમાં આજે પણ કામો કરવા હું તત્પર છું. ડેડિયાપાડા ગામ હરિયાળું અને સ્વચ્છ ગામ બને એ જ માટે અમારો સહિયારો પ્રયાસ છે.
ડેડિયાપાડાની GLRS સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ નાગરિક બનાવવાની રીત

ડેડિયાપાડામાં આવેલી GLRS સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ નાગરિક તરીકેનું શિક્ષણ આપવામાં આવે છે. આ સ્કૂલમાં ધો-6થી 12 સુધી 419 વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. આ સ્કૂલમાં 5000 હજારથી વધુ પુસ્તકો સાથે અદ્યતન લાઇબ્રેરી આવેલી છે, જેમાં વિદ્યાર્થિની ગમતાં પુસ્તકો લઇ જાય છે. આ સ્કૂલમાં માહિતીના યુગમાં વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી શકે એ માટે કોમ્પ્યુટર લેબ સજ્જ છે. સાથે હેડફોન વેબ કેમેરા ગોઠવાયા છે. આજની વિદ્યાર્થિનીઓ વિજ્ઞાન સાથે આગળ વધે એ માટે બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટે અદ્યતન સાયન્સ લેબ તૈયાર કરાઈ છે. વિદ્યાર્થિનીઓની સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે નવીનતાનું કાર્ય (ઇનોવેશન વર્ક) કરવામાં આવે છે. સવિશેષ એ છે કે, નવી શિક્ષણ નીતિ-2020 હેઠળ સ્કૂલમાં વિદ્યાર્થિનીના વિકાસ માટે હેલ્થકેર વિષયક BP/સુગર લેવલ ચકાસણી થાય છે. વિદ્યાર્થિનીઓ સ્માર્ટ ટીવી ગ્રીન બોર્ડ થકી અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓની સેફ્ટી સિક્યુરિટી માટે વર્ગખંડમાં HD કેમેરા લગાવાયા છે. આ સ્કૂલના બગીચામાં ઔષધીય વનસ્પતિ વાવવામાં આવ્યા છે. જેથી રોગમાં ઉપચાર થઈ શકે. સાથે શાકભાજી પણ ઉગાડી તંદુરસ્ત અને તાજો પાક મેળવાય છે. આ સ્કૂલ કેમ્પસમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.