Charchapatra

સ્ટેમ્પ રજીસ્ટ્રેશન ફીમાં મહિલાઓને મુક્તિ ભ્રમિત છે

કોઇપણ રેસીડેન્સીયલ મિલકત ખરીદતી વખતે મહિલાઓના સન્માન હેતુ દસ્તાવેજમા પ્રથમ મહિલાનુંનામ રાખવાથી સ્ટેમ્પ રજીસ્ટ્રેશન ફીમાં સંપૂર્ણ મુકિત મળે છે એવી રાજય સરકાર દ્વારા કાયદામાં જોગવાઇ છે જે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવુ લાગે કે પ્રશંસનીય કાર્ય સરકારે કર્યું છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એટલે કાયદાના ચક્રવ્યૂહની શરત અનુસાર આ દસ્તાવેજ માત્ર એક મહિલાના નામે જ બનાવવો પડે તો આ લાભ પ્રાપ્ત થાય. જો બીજુ નામ હોય તો (પુરુષ) આ લાભ મળતો નથી. હવે સમજવા જેવો ખુબ જ સરળ પ્રશ્ન છે કે ભવિષ્યની સુરક્ષા હેતુ આરબીઆઇ એફડીમાં બે નામ હોય તો પણ નોમીનેશનનો આગ્રહ કરે છે જે પોષ્ટ વિભાગમા પણ નોમીનેશન ફરજીયાતની જોગવાઇ છે. રાજય સરકારે આ અંગે ચિંતન કરવું જરૂરી છે કે લાખોની મિલકત ખરીદીમા માત્ર એ એક નામ રાખવું હિતાવહ છે? જો રાજય સરકાર ખરેખર મહિલાઓનું સન્માનની ભાવના ધરાવતી હોય તો દસ્તાવેજ એક નહી બે નામ (પુરુષ)થી આ લાભની મંજૂરી આપતો કાયદો પસાર કરવો જોઇએ જે જનહિતમાં છે.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top