Charchapatra

બહુજન હિતાય, બહુજન સુખાય

માનવજીવન સાથે કેટલીક રમત-ગમત- ગીત-સંગીત જેવી ક્રિયાઓ અવિતરણે સંકળાયેલી છે. એમાંથી નીવડેલાં કલાકારો, ખેલાડી, લેખક, કવિ નામાંકિત થઈ ગયાં. આજકાલ ક્રિકેટનું વળગણ, મોબાઈલનું વળગણ, જેવુ તેવું નથી. સંગીત સુધ્ધાં ઉમેરી શકાય, કલાકારની કલા અમર છે.  પ્રગતિને પંથે પગલાં પાડતાં પાડતાં આજે આકાશવાણી નેવું વર્ષની ઉપર પહોંચી ગયું. પહેલાં મોબાઈલ જેવાં આધુનિક સાધનોની ગેરહાજરીમાં રેડિયોએ અદભુત મનોરંજન પીરસ્યું હતું. કોઈ ક્ષેત્ર છૂટી ન જાય, બાકી ન રહે તેની સંપૂર્ણ કાળજી સાથે લાંબી મંજીલ કાપી. અનેકવિધ કાર્યક્રમો શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા, કરે છે કાલ લગી અને આજપર્યંત એનો મોહ યથાવત્ અનુભૂતિમાં સહેજ પણ ફેરફાર નથી. તડકો હોય, ચોમાસું હોય, નદીમાં પૂર આવ્યાં હોય કે માવઠું બહુ જનહિતાય, બહુજનસુખાયરૂપી પડછાયો લંબાતો જ જાય, હસ્તી, મસ્તીની રેલમછેલ તે જ બહુજનહિતાય, બહુજનસુખાય! ભારતનાં તમામ ક્ષેત્રો આ લાગુ પાડે તો? કાર્યક્રમ પ્રેરણાદાયી. વિશ્વાસ એટલે વિશ્વનો શ્વાસ.બિચારા ખેડૂત.
સુરત     – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top