- ‘લાલ લાઇટ પર ઉભેલી કારમાં વિસ્ફોટ થયો હતો’, દિલ્હી કમિશનર સતીશ ગોલ્ચા
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ 1 પાસે સાંજે 6:55 વાગ્યે એક i20માં એક શક્તિશાળી વિસ્ફોટ થયો, જેમાં 10 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા.
વિસ્ફોટને કારણે વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને અનેક વાહનોમાં આગ લાગી ગઈ. લાલ કિલ્લા પાસેનો વિસ્તાર વિસ્ફોટથી હચમચી ગયો હતો. સાંજે 6:55 વાગ્યે i20 કારમાં વિસ્ફોટમાં દસ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
ઘટના સ્થળેથી આઠ મૃતદેહોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે સાંજે વિસ્ફોટ થયો તે સમયે ભારે ચહલપહલ, ધમાલ અને ભીડનો સમય હતો. વિસ્ફોટનું ચોક્કસ સ્થાન લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ 1 પાસે છે.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, “ઘટનાની ખૂબ જ સારી તપાસ કરવામાં આવી રહી છે; આ કોઈ સામાન્ય વિસ્ફોટ નથી.”
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં થોડી જ વારમાં આગ લાગી ગઈ અને આગની જ્વાળાઓ નજીકના સાતથી આઠ વાહનોને લપેટમાં લઈ ગઈ. વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.