એક ગામના પાદરે જુદી જુદી દિશામાંથી આવતા ત્રણ યાત્રીઓ મળ્યા.ત્રણે ના ખભા પર બે બે થેલા આગળ પાછળ લટકાવેલા હતા.પોતાની લાંબી યાત્રાથી ત્રણે થાકેલા હતા ,પણ એક યાત્રીના ચેહરા પર પ્રસન્નતા અને ઉત્સાહના ભાવ હતા ,બીજો યાત્રી શ્રમને કારણે વધુ થાકેલો લાગતો હતો પરંતુ નિરાશ ન હતો ,અને ત્રીજો યાત્રી તો ખુબજ થાકેલો નિરાશ અને દુઃખી લાગી રહ્યો હતો. ત્રણે જણા એક ઝાડ નીચે આરામ કરવા બેઠા.વાતચીત કરવા લાગ્યા,કોણ ક્યાંથી આવ્યું છે ,કોણ ક્યાં જવાનું છે કોના થેલામાં શું છે વગેરે વગેરે……
એક યાત્રીએ કહ્યું આ આગળના થેલામાં મારા મિત્રો સ્વજનો સંબંધીઓની બુરાઈ અને મારી સાથેનું ખરાબ વર્તન છે અને પાછળના થેલામાં તેમની સારાઈ અને મારી પર કરેલા ઉપકારો છે —બીજા યાત્રીએ કહ્યું મારા આગળના થેલામાં મિત્રો અને કુટુંબીઓની સારાઈ અને ભલાઈ તથા મારી પરના ઉપકારો છે અને પાછળના થેલામાં તેમની બુરાઈ અને ખરાબ વર્તન છે.
ત્રીજા યાત્રીને પહેલાં બે યાત્રીએ પૂછ્યું,”તારા થેલામાં શું ભર્યું છે ?તારો આગળનો થેલો એકદમ ભરેલો લાગે છે અને પચાલનો થેલો હલકો લાગે છે” ત્રીજા યાત્રીએ કહ્યું કે ,”બીજા યાત્રીની જેમ મારા આગળના થેલામાં મિત્રો અને કુટુંબીજનોની સારાઈ અને ભલાઈ તથા મારી પરના ઉપકારો છે અને પાછળના થેલામાં તેમની બુરાઈઓ અને મારી સાથે કરેલા ખરાબ વર્તન છે ફરક માત્ર એટલો જ છે કે તેનાં પાછળના થેલામાં એક મોટું કાણું છે જેમાંથી સ્નેહીજનોની બુરાઈ એક પછી એક પડી જાય છે અને પાછળના થેલાનું વજન હલકું થતું જાય છે.
પહેલો યાત્રી જેને આગળના થેલામાં સ્વજનોની બુરાઈ અને પાછળના થેલામાં ભલાઈ રાખી હતી તેની નજર હંમેશા બુરાઈ તરફ રહેતી હતી તેથી તે દુઃખી અને નિરાશ હતો.બીજા યાત્રીએ આગળના થેલામાં સ્વજનોની ભલાઈ અને પાછળના થેલામાં સ્વજનોની બુરાઈ રાખી હતી તે થાક્યો હતો પણ ખુશ હતો કારણ તેની નજર હંમેશા ભલાઈ પર રહેતી હતી.
બુરાઈ તે ભૂલી જતો હતો અને ત્રીજો યાત્રી જેણે આગળના થેલામાં સ્વજનોની ભલાઈ અને પાછળના થેલામાં સ્વજનોની બુરાઈ રાખી હતી અને તેનાં પાછળના થેલામાં મોટું કાણું પણ હતુ જેમાંથી બુરાઈ પડી જતી હતી તે સ્વજનોની ભલાઈ જોઇને ખુશ હતો અને બુરાઈના થેલાનું વજન પણ ઓછું હતુ એટલે તે ઉત્સાહથી ભરેલો ઓછો થાકેલો હતો.આ જીવનયાત્રાનો સાર છે .
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.