કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આગામી કેટલાંક દિવસ દમણમાં દારૂનું વેચાણ નહીં થાય.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકે દાનહ અને દમણ દીવ ત્રણેય જિલ્લાઓમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓ જે 05 નવેમ્બર 2025 (બુધવાર)ના રોજ યોજાનારી છે. 08 નવેમ્બર 2025 (શનિવાર)ના રોજ મત ગણતરી યોજાવાની છે. તેને પગલે દારૂના વેચાણ પર પ્રતબિંધ મુકાયો છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર હિતમાં દારૂના વેચાણમાં ઘટાડો કરવો જરૂરી છે. તેથી દાનહ અને દમણ દીવ એક્સાઇઝ ડ્યુટી નિયમો 2020ના નિયમ 111ના પેટા-નિયમ (4) હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, પ્રશાસક આથી નિર્દેશ આપ્યો છે કે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂ વેચતી અને પીરસતી તમામ દારૂ ઉત્પાદક સંસ્થાઓ, ડિસ્ટિલરી, બ્રુઅરીઝ, રિટેલર્સ બાર અને રેસ્ટોરન્ટ્સ અને હોટેલો મતદાન દિવસ પહેલા એટલે કે 03 નવેમ્બર 2025ના રોજ સાંજે 06 વાગ્યાથી, 04 નવેમ્બર 2025, મતદાનના દિવસે 05 નવેમ્બર 2025થી 06 નવેમ્બર 2025ના રોજ સવારે 09 વાગ્યા સુધી તથા ગણતરી દિવસે આશરે 8 નવેમ્બર 2025 દિવસોમાં બંધ રહેશે.