Columns

સતત વાંચનનું ફળ

આશ્રમમાં એક શિષ્યને તે ગમેતેટલું વાંચે કઈ યાદ રહેતું ન હતું.અને ગુરુજી સતત વાંચન પર ભાર મુકતા ગુરુજી કહેતા કે તમારે રોજ વાંચન કરવું ,સતત કઈ ને કઈ વાંચતા રહેવું,સવારે અને રાત્રે વાંચવાના ખાસ કલાકો રાખવા.આમ જુદી જુદી રીતે ગુરુજી સતત વાંચન કરતાં રહેવાનો આગ્રહ કરતા.શિષ્ય વાંચવાનો પ્રયત્ન કરતો પણ તેને અડધું સમજાતું નહિ અને કશું જ યાદ રહેતું નહિ.એક દિવસ કંટાળીને તે ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘ગુરુજી, હું વાંચું છું તો મને નથી બરાબર સમજણ પડતી કે નથી કઈ યાદ રહેતું તો આવા વાંચનનો શું ફાયદો…મનેવાંચન કરવાનો અર્થ જ સમજતો નથી.’

ગુરુજીએ તેની વાત સાંભળી લીધી પણ કઈ પ્રતિભાવ ન આપ્યો.બીજે દિવસે સવારે ગુરુજી તે શિષ્યને લઈને નદી કિનારે ગયા.અને લાંબી લટાર મારી એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા.ગુરુજીએ શિષ્યને કહ્યું, ‘મને તરસ લાગી છે,મારા માટે નદીનું પાણી પીવા લઇ આવ.’ શિષ્ય તરત જ કમંડળ હાથમાં લઈનિ ઉભો થયો.ગુરુજીએ કહ્યું, ‘એક મિનીટ આ કમંડળમૂકીદે જો પેલી કિનારાની માટીમાં ગરણી પડી છે તેમાં પાણી ભરીને લઇ આવ.’ગુરુજીની આવી વિચિત્ર આજ્ઞા સાંભળીને શિષ્યને નવાઈ લાગી પરંતુ ગુરુ આજ્ઞાનું પાલન તો કરવું જ પડે એટલે તેણે કિનારાની માટીમાંથી પેલી ખરાબ થયેલી ગરણી ઉપાડી અને તેમાં નદી માંથી પાણી ભર્યું…પણગરણીમાં પાણી થોડું ટકે પાણીકાણામાંથીબહાર નીકળી ગયું.આવું એક નહિ અનેક વાર થયું.શિષ્યે અનેક પ્રયત્નો કર્યા ..પાણી ભરીને તેની નીચે બીજો હાથ રાખ્યો, જલ્દીથી દોડીને ગુરજી પાસે જવાની કોશિશ કરી…વધુ ઝડપથી દોડ્યો… ગરણી જુદી જુદી રીતે પકડી …અનેક પ્રયત્નો થયા પણ ગરણીમાં પાણી ભરી તે ગુરુજી સુધી લઇ જઈ ન શક્યો.

થાકીહારીને ગુરુજીના પગે પાડીને તેને માફી માંગી કે ગુરુજી, ‘આ ગરણીમાં પાણી ભરીને લઇ આવવું શક્ય નથી મને માફ કરો…આપ ખો તો કમંડલમાં પાણી લઇ આવું.’ગુરુજી બોલ્યા, ‘ભલે વત્સ કમંડળમાં પાણી લઇ આવ પણ પહેલા તારા હાથની ગરણી તરફ જો.’શિષ્યે ગરણી તરફ જોયું, ‘સતત પાણીમાં ડુબાડવામાં આવવાને કારણે ગરણી એકદમ સાફ અને ચમકતી થઈ ગઈ હતી.’

ગુરુજીએ કહ્યું, ‘આ મારો તારા ગઈકાલના પ્રશ્નનો જવાબ છે.ગરણીમાં પાણી ભલે ન ટક્યું પણ સતત પાણી સાથે સંપર્કમાં આવવાથી તેની ગંદકી સાફ થઇ ગઈ અને તે ચમકદાર બની ગઈ એમ સતત વાંચન કરવાથી ભલે બધું યાદ ન રહી જાય પણ મન અને મસ્તિષ્ક અજાણતા જ ધીમેધીમે જ્ઞાનથી ચમકવા લાગે છે.વાંચન સતત કરવું જરૂરી છે…વાંચન કરતો રહીશ તો સમજાશે પણ અને ધીમે ધીમે યાદ પણ રહેશે.’ગુરુજીએશિષ્યને સાચી સમજ આપી.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top