Charchapatra

ઇતિહાસનું પુનરાવર્તન

 ‘ઇતિહાસ’ શબ્દનો અર્થ પશ્ચિમી દેશોને ભલે હમણાં હમણાં સમજાયો હશે, કદાચ એટલે જ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની વાતો કરે છે પણ આપણા પૂર્વજો આ બધી વાતો પહેલેથી જ જાણતા હતા, એટલું જ નહીં પણ વ્યવહારમાં પણ આ બધી બાબતો લાવતા હતા. આ સંદર્ભે 19.10.ની રવિવારીય પૂર્તિમાં ‘ટાઇમ લાઇન’માં લેખકશ્રી સંજય વોરાએ ડાયપર પર્યાવરણ અને આરોગ્ય માટે કેટલું નુકશાનકારી છે, તેની સરસ છણાવટ કરી છે તે બદલ લેખકશ્રીને ધન્યવાદ. આજથી પાંત્રીસ-ચાલીસેક વર્ષ પહેલા જન્મેલી બહેનોને માસિકની શરૂઆતમાં કોટન કે સુતરાઉના નરમ કાપડનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવતું હતું. આ છોડીને સેનિટરી પેડનો ઉપયોગ કરવો જોઈએ.

આવું છોકરીના મગજમાં ફિટ કરાયેલું. પણ હવે બજારમાં કોટનના ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય તેવા પેડ્સ બજારમાં આવી ગયા છે, કે જે આપણને આપણી બા કે મા બનાવી આપતી હતી. અર્થ કે, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા વળવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે, પશ્ચિમના દેશો જે ટકાઉ વિકાસની વાતો કરે છે તે આપણા પૂર્વજો બહુ પહેલેથી જાણતા હતા પણ આવનારા સમયની દાદીઓ જે પોતાના મૂળિયાંથી કપાયેલી હશે તેમણે કદાચ ખબર નહીં હશે ફે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આ દાદીઓ એટલી હદે ઉપભોક્તાવાદ અને દેખાડામાં લીન હશે કે તેમણે પોતાની બા કે માના નુસ્ખાઓને બજારના આકર્ષક પેકિંગમાં ખરીદશે.
માંગરોળ           – દેવકી ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top