સુરત ખાતે ધી મહિલા વિકાસ કો ઓ ક્રેડિટ સો લી સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન વર્ષાબેન હરેશભાઈ ભટ્ટીને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NCDC) દ્વારા Best Excellence award2025 in women category ના એવોર્ડ અને 35000 ના ચેક અર્પણ કરી દિલીપભાઈ સંઘાણી સાહેબ,એક્સ મિનિસ્ટર અને ચેરમેન ઇફકો ગાંધીનગર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
સંસ્થા છેલ્લા 31 વર્ષથી બહેનોના ઉત્કૃષ્ટ માટે લોન તેમજ સરકારી યોજનાઓનો લાભ અપાવવા પ્રયત્નશીલ રહેલ હોય અગાઉ પણ પાંચ વખત સ્ટેટ લેવલે એવોર્ડ્સથી સન્માનિત થયા હતા. સંસ્થા ફક્ત બહેનો દ્વારા સંચાલિત અને બહેનો માટેની વરાછા વિસ્તાર ની એક માત્ર સંસ્થા છે જે બચત ધિરાણ ઉપરાંત બહેનો ને કુટીર ઉદ્યોગ માટે તાલીમ, શિક્ષણ અને રોજગારી ની તકો ઊભી કરે છે. વિવિધ નિદાન કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આયુષ્માન કાર્ડ કેમ્પ પણ યોજે છે.