Dabhoi

ડભોઇના સિતપુરના ઝોલા છાપ તબીબની ડીગ્રી ન હોવાનુ તપાસમાં બહાર આવ્યું

ડભોઇ: ડભોઇના બહુચર્ચિત સિરપ કાંડમાં સિતપુરના ઝોલા છાપ તબીબની ડીગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી છે. કહે છે કે તત્કાલિન ટી.એચ.ઓ. ડો. ગુડીયા રાનીને અસંખ્ય રજુઆતો ઝોલા છાપ ડોક્ટર ની ફરિયાદ કરવામાં આવી હતી. પણ પગલાં ન ભરાતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે. ડભોઇ શહેરમાં આવા ડોકટરો હજુ કાર્યરત હોવાની લોક ચર્ચા ઉઠવા પામી છે
સિતપુરના આ બોગસ તબીબના કફ સીરપના ડોઝને લઈ બાળકોની તબીયત લથડતા આરોગ્યની ટીમ અને પોલીસ ધ્વારા તપાસમાં ઝોલાછાપ તથાકથિત તબીબી પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હોવાની વિગતો બહાર આવી છે ડભોઇ માં અગાઉ એસ.ઓ.જી. દ્વારા ઝોલાછાપ તબીબની ધરપકડ કરી દવાખાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ડભોઈ પોલીસ અને આરોગ્યની ટીમ તપાસ કરે તો હજુ આવા તબીબો ઝડપાઇ શકે છે !

Most Popular

To Top