Dakshin Gujarat

દેશના સૌથી લાંબા 4 લેન કેબલ બ્રિજ બાદ 8 લેન કેબલ બ્રિજનું નર્મદા નદી પર થશે નિર્માણ, જાણો વિશેષતાઓ..

અંકલેશ્વર : ભરૂચ (Bharuch) નજીક નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટરા ડોઝ બ્રિજના નિર્માણને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે નર્મદા નદી (Narmada River) પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ 3 એક્સપ્રેસ વે (Express Way) હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે આ બ્રિજ (Bridge) બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જૂન-2021 સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામેલા દેશના સૌથી લાંબા 3 એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજને 7 માર્ચ 2021ના રોજ 4 વર્ષ પૂર્ણ થયા છે. હવે નર્મદા નદી પર જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે નિર્માણ થઈ રહેલો 8 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમોટરના સેક્સનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. સેગમેન્ટ બોક્સ ગર્ડર ટેકનોલોજી આધારિત બંને તરફ 4-4 લેનમાં બ્રિજની 1 લેનમાં પહોળાઇ 21.25 મીટર છે. આ પુલ હાઇટેક કેબલબ્રિજ, જે વાય શેપમાં 16 ટાવર (પાઇલોન) પર ઉભો કરાઇ રહ્યો છે. આ પુલ ભરૂચનું નહીં પરંતુ સમગ્ર દેશને ફાસ્ટ ટ્રેક પર લાવી દેશે.

બ્રિજની સુંદરતા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની લાઇટીંગ વ્યવસ્થા
નર્મદા નદી પર બની રહેલો બ્રિજ હાઇટેક અને આકર્ષક બનશે. આ બ્રિજની સુંદરતામાં ઓર વધારો થાય તે માટે સૂચન કરાતા ઇન્ટરનેશનલ સ્ટાર્ન્ડડ મુજબ લાઇટીંગ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

એક્સપ્રેસ વે 8 લેન કેબલ બ્રિજના કારણે ટ્રાફિક 60 % જેટલો ઘટશે
ભરૂચ ને.હા. નંબર 48 ઉપર કેબલ બ્રિજ હાલ 4 લેન છે, હવે એક્સપ્રેસ વે પર 8 લેન કેબલ બ્રિજ બનતા ઉત્તર ભારત, દિલ્હી, અમદાવાદ તરફથી આવતા વાહનો એક્સપ્રેસ વે પરથી સીધા સુરત-મુંબઈ તરફ નીકળી જશે. જેના કારણે NH 48 પર ટ્રાફિક ભારણ 60 % જેટલું હળવું થઈ જશે.

નર્મદા નદી પર ભારતના પહેલા 8 લેન કેબલ બ્રિજની આંકડાકીય માહિતી

  • કુલ લંબાઇ 2.22 KM
  • 21.25 મીટર પહોળાઇ (એક તરફ 4 લેનમાં)
  • 1020 એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ
  • 400 અને 600 મીટરના બન્ને તરફ વાયડક
  • 48 મીટર સ્પાનની લંબાઈ
  • 16 વાય શેપનાં પાઇલોન (ટાવર)
  • 13 મીટર ડેકથી ટાવરની ઉંચાઇ અને 33 મીટર જમીનથી
  • 216 પીળા કેબલ 8 સ્પાન પર
  • 25 થી 40 મીટર 1 કેબલની લંબાઇ
  • 1 પીળા કેબલમાં 31 થી 55 કેબલ (15.2 એમ.એમ.નાં)
  • 1100 ટન 1 કેબલની ભાર વહન કરવાની ક્ષમતા
  • 100 વર્ષ બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય
  • 250 કરોડ બ્રિજનો કુલ ખર્ચ
  • 2018 ડિસેમ્બરમાં કામગીરી શરૂ
  • 2021 જૂને બ્રિજ પૂર્ણ થશે
  • 90 ટકા કામ પૂર્ણ

બ્રિજ માટે 150 કરોડના સાધનો ખરીદાયા

અશોક બિલ્ડકોનના MD સતીશ પારેખે જણાવ્યું હતું કે બ્રિજ નિર્માણ માટે ₹150 કરોડના નવા હાઈટેક સાધનો ખરીદાયા છે. જેમાં 15 જાયન્ટ ક્રેન, 2 લોન્ચિંગ ગડર્સ, 3 વાઈબ્રો હેમર્સ, 150 ટનની ક્ષમતાના 8 જોડી લિફ્ટર્સ, 80 પ્રિ સ્ટ્રેસિંગ જેકનો સમાવેશ થાય છે.

બ્રિજ નિર્માણમાં વપરાયેલું મટિરિયલ્સ

  • 17800 MT સ્ટ્રક્ચરલ સ્ટીલ
  • 30000 MT રેનફોર્સસમેન્ટ
  • 3000 MT HT સ્ટ્રેન્ડ
  • 700 MT એક્સ્ટ્રા ડોઝ કેબલ
  • 168000 ક્યુબિક મીટર કોન્ક્રીટ

દિલ્હી મુંબઈ એક્સ્પ્રેસ વેની વિશેષતાઓ

  • દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો 1,320 કિલોમીટરનો રોડ હશે. બન્ને મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે.
  • 5 રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
  • આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોને પણ ઉત્તમ જોડાણ આપશે.
  • પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એશિયાનો આ પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે પ્રાણી ઓવરપાસ ઉપર બનાવવામાં આવી રહ્યો છે.
  • દર વર્ષે લગભગ 32 કરોડ લિટર બળતણની બચત થશે
  • એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે
  • CO2 ના ઉત્સર્જનમાં વાર્ષિક 85 મિલિયન કિ.મી. CO2 નો ઘટાડો થશે
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top