Charchapatra

જીવનભરની ફિટનેસ

જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ પણ એટલું જ જરૂરી છે. શારીરિક રીતે ફિટ રહેવા વ્યક્તિ જીમમાં જાય છે. સવારે એક્સર્સાઈઝ માટે જાય છે તે આવકાર્ય છે. પરંતુ માનસિક ફિટનેશ રાખવા આટલું જરૂરી છે.(1) સારા પ્રેરણાત્મક બુક્સ વાંચો. (2) પ્રભુએ પ્રેમનો અખૂટ ખજાનો માનવીને આપ્યો છે. તેના વિશેષ ઉપયોગ કરો. જેમ બીજાને આપશો તો જ વધશે.

(3) સવાર-સાંજ-રાત્રે ચા-નાસ્તો/ઇંડાં/ડીનરના સમય જાળવો. રાત્રે કુટુંબ સાથે ભોજનનો આગ્રહ રાખો. મોબાઇલ સ્વીચ ઓફ રાખો. જીવનમાં સંગીતને જરૂર સ્થાન આપો. (4) જીવનમાં હાસ્યનું મહત્ત્વ સમજો. કારણ લાફીંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ પૌષ્ટિક ખોરાક લો. (5) પ્રસંગોની ઉજવણીના દેખાડા ઓછા રાખો. (6) સવાર-સાંજ પ્રાર્થના કરો અને કુટુંબ સભ્યો, ખાસ કરીને બાળકોને આ સંસ્કાર આપજો. આ  અમૂલ્ય વિરાસત છે. (7) બિનજરૂરી ખર્ચ રાખો. સરખામણીથી દૂર રહો. બસ, અમલ કરો, ફિટ એન્ડ ફાઈન રહો.
સુરત     – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top