આવતી કાલની વધુ પડતી અપેક્ષા એ આજના માણસ નો એક રીતે વળગાડ બની ગઈ છે. માણસ દાતર હોય વૈજ્ઞાનિક હોય, શિક્ષણ વિદ હોય કે ગમે તે હોય ડગલે ને પગલે તે જીંદગીથી ડરી ડરી ને ચાલતો થઈ ગયો છે. પોતાની શંકાઓ પોતાનો ડર અકારણ છે. તે વાત તેને ગળે ઉતરતી જ નથી. એ પૃથક્કરણ કરવા બેસે તો શંકાઓ ભીતિઓ પાયા વિનાની લાગ્યા વગર ના રહે. પણ પૃથક્કરણ કરવા તૈયાર નથી. હૈયા સૂઝથી સાદી ભાષામાં આપણે એનો ખુલાસો કરતા હોઈએ છીએ કે ‘મારનાર કરતા તારનાર મોટો છે’ કુદરત ના કારખાના ના વૈજ્ઞાનિક રહસ્યો શોધવા માણસ પ્રયત્ન શીલ છે. ભગવાન મા નહિ માનનાર નાસ્તિક વિચારધારા લઈને 1948માં આવેલ શામ્યવાદીઓએ ચાઈનાને દુન્યાનો નંબર વન દેશ બનાવી દીધો. એ ચમત્કાર વિજ્ઞાનનો છે. એક વિદ્યાર્થી સંમેલનમાં આપણા દેશના મંત્રીશ્રી અનુરાગ ઠાકુરએ ચંદ્ર પર પહેલા કોણગયું હોવાનો પ્રશ્ન પૂછેલો વિદ્યાર્થીઓએ આર્મ્સ સ્ટ્રોગનો નામ આપેલા મંત્રીશ્રીએ જવાબ ખોટો ઠરાવી સાચો જવાબ હનુમાનજી પહેલા ચંદ્ર પર ગયેલા હોવાનું પ્રતિ પાદિક કર્યું.
હનુમાનજી ભગવાન કહેવાય માણસ થોડા કહેવાય? ભગવાન તો ધરતીની ઉપર આકાશ મા વાસ કરે છે. વળી શહેરની એક પ્રતિષ્ઠિત ઉંચી ફી લઈને ભણાવતી શાળામાં દર મહિને છેલ્લા દિવસે યજ્ઞ યોજવામાં આવે છે અને તેમાં જે તે મહિનામાં જે તે વિદ્યાર્થીની બર્થ ડે આવતી હોય તેને હવનની પૂજા કરવા બેસાડવામાં આવે છે. પછી તે હિંદુ ધર્મ ફોલો નહિ કરતો હોય તો પણ હકીકત આશ્ચર્ય પમાડે તેવી છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક શાળાએ માનવીય ઉચ્ચ મૂલ્યો બાળકોમાં રેડવા માટેનું આદર્શ સ્થળ છે. બ્રહ્માંડના રહસ્યો શોધવા વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનું સ્થળ છે. ધાર્મિક કર્મ કાંડ કરવાનું સ્થળ નથી.
સુરત – ભાવેશ કંથારિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.