દેશભરનાં તમામ રાજ્યોનું દેવું ચિંતાજનક હદે વધી ગયું છે. આ ચિંતાજનક આંકડા કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગના રિપોર્ટમાં સામે આવ્યા છે. રાજ્યો પર નજર કરીએ તો નાણાંકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં પંજાબનું દેવું તેના જી.ડી.પી.ના 40.35ના અંત સુધીમાં પંજાબનું દેવું તેના જી.ડી.પી.ના 40.35 ટકા હતું. જે બાદ નાગાલેન્ડનું 37.15 ટકા, પશ્ચિમ બંગાળનું 33.70 ટકા. જ્યારે ગુજરાતનું જી.ડી.પી.ની સરખામણીએ 16.37 ટકા, મહારાષ્ટ્રનું 14.64 ટકા અને ઓડિશાનું 8.45 ટકા દેવું હોવાનું સામે આવ્યું છે.
દેવામાં મુખ્યત્વે આર.બી.આઇ., એસ.બી.આઇ. અને અન્ય બેંકો પાસેથી લીધેલી લોન એલ.આઇ.સી., નાબાર્ડ જેવી નાણાંકીય સંસ્થાઓ પાસેથી લીધેલા ઉધાર નાણાં વગેરેનો સમાવેશ થાય છે. વધતા જતા દેવાને અંકુશમાં લેવા રાજય સરકારોએ કડક, નક્કર અને અસરકારક પગલાંઓ લેવાની જરૂર છે. જેમકે બિનઉત્પાદક ખર્ચાઓ પર સંપૂર્ણ કાપ મૂકવાની જરૂર છે. સાથે સરકારી ખર્ચાઓ જેવા કે પ્રધાનો અને સરકારી ઉચ્ચ અધિકારીઓના વિદેશ પ્રવાસો તેમજ ટેલિફોન, મોબાઇલ ફોનના અને સ્ટેશનરી ખર્ચા ઉપર ધરખમ કાપ મૂકવાની જરૂર છે. રાજયોના પ્રધાનો અને સરકારી ઉચ્ચ અધિકારીઓએ સરકારી ગાડીઓનો શકય તેટલો ઓછો અને જરૂરી હોય તે માટે જ ઉપયોગ કરી પેટ્રોલ-ડિઝલની બચત કરવી જોઇએ. આ જરૂરી પણ છે જ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.