મ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના સભ્યોએ શુક્રવારે ફેન્સી યાર્નનું ઉત્પાદન કરતી પલસાણાની કંપનીની મુલાકાત લીધી હતી અને કંપની દ્વારા બનાવવામાં આવતા ફેન્સી યાર્ન વિશે વિગતવાર અભ્યાસ કર્યો હતો.મેક ઇન ઇન્ડિયાના સુત્રોને સાકાર કરવા પલસાણાની આ કંપની દ્વારા ફેન્સી યાર્નનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
આ કંપનીમાં 2700 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને કંપનીનો આખો પ્લાન ભારતમાં જ બનાવવામાં આવ્યો છે. આથી ભારત સરકારના મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સાર્થક કરવાની દિશામાં ઉદ્યોગકારો દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે.
સુરતમાં અત્યાર સુધી મોટાભાગે કાપડ ઉદ્યોગકારો પોલિયેસ્ટર યાર્નનું ઉપયોગ કરે છે. જોકે હવે સમય સાથે બદલાતા ફેશન પ્રમાણે ઉદ્યોગકારો અલગ અલગ પ્રકારના યાર્નના ઉપયોગ તરફ વળી રહ્યાં છે.
શહેરના કાપડ ઉદ્યોગકારો હવે ફેન્સી યાર્નનો ઉપયોગ કરી રહ્યાં છે. ફેન્સી યાર્ન પહેલાથી જ અલગ-અલગ કલરમાં ઉપલબ્ધ હોય છે. ફેન્સી યાર્ન ત્રણ પ્રકારમાં બની રહ્યું છે. જેમાં નીપ યાર્ન, સ્લવ યાર્ન અને પરતદાર ત્રણેય પ્રકારના યાર્ન પર બની રહેલા કપડાની માંગ જોવા મળી રહી છે.
કંપનીના ચેરમેન દીપક ગોંડલીયાએ ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના ૩પ જેટલા સભ્યોને આખા પ્લાન્ટની વિઝિટ કરાવી હતી. તેમની કંપની દ્વારા ફેન્સી યાર્ન બનાવવામાં માટે કયા–કયા પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે તેની વિગતવાર સમજણ તેમણે આપી હતી.
આ મીટિંગનું સંચાલન એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના ચેરમેન ભાવેશ ટેલરે કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલા, દીપકકુમાર શેઠવાલાએ, રાજુ માસ્ટર રાજેન્દ્ર જેઠવા, રાજેશ કાપડીયા અને વારીસ ગિગાણીએ મીટિંગમાં હાજરી આપી હતી.