વડોદરા : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સર્વે હાથધરવામાં આવ્યો હતો.ત્યારબાદ દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સૂચિ બહાર પાડી છે.જેમાં ગુજરાતના અમદાવાદ અને વડોદરા વચ્ચેનો એન.એચ.48 ઉપરનો 102 કિ.મી સુધીનો લાંબા માર્ગને ભારતનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAI દ્વારા ભારત દેશના તમામ ધોરીમાર્ગોનો સર્વે હાથધરી દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સૂચિ બહાર પાડી છે.જેમાં 219 હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ગુજરાત રાજ્યના અમદાવાદ થી વડોદરા વચ્ચેના નેશનલ હાઈવે 48 પરનો 102 કિમી લાંબા માર્ગનો શ્રેષ્ઠ હાઈવેમાં સમાવેશ કરાયો છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ભારત દેશના 219 રાષ્ટ્રીય ધોરીમાર્ગોને આવરી લેવામાં આવ્યા છે.જેમાં 18,668 કિમીના અંતરનો સમાવેશ કરાયો છે.આવા સર્વે (અભ્યાસ) સમગ્ર વિશ્વમાં નિયમિતપણે કરવામાં આવતા હોય છે.
જોકે સર્વ પ્રથમ વખત ભારતે તેના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સર્વે કરવા પહેલ કરી છે.એનએચએઆઈ કરાયેલા સર્વેમાં તેને ક્રમાંક (રેન્કિંગ) આપતાં પહેલાં તેની કાર્યક્ષમતા , સલામતી તેમજ વપરાશકર્તા પુરી પાડવામાં આવતી સેવાઓ સહિતના વિવિધ પાસાઓ જોડ્યા હતા. માર્ગ-પરિવહન અને હાઈવે મંત્રાલયના જણાવ્યા મુજબ દર 6 મહિને આ પ્રકારના સર્વે કરવામાં આવશે.જેથી વૈશ્વિક સ્તરે હાઈવેના ધોરણોને જાળવવામાં મદદ મળશે.
NHAI દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં જણાવ્યાનુસાર હાઈવે કોરિડોરના રેટિંગની સિસ્ટમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉપલબ્ધ સેવાઓના સ્તરની વર્તમાન સ્થિતિ વિશે જાણશે.આ ડિઝાઈન ધોરણો , વ્યવહાર , માર્ગદર્શિકા અને કરારમાં ખામીઓને ઓળખવામાં મદદ કરશે. તે ભૂલો દૂર કરવાથી વધુ સારા વપરાશકર્તા અનુભવ અને હાઈવેની ગુણવત્તામાં સુધારો થશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 219 હાઈવેમાંથી અમદાવાદ અને વડોદરા વચ્ચેનો NH-48 પરનો 102 કિમી સુધીનો લાંબો માર્ગ એ ભારતનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. આ 6 લેનનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ અને વડોદરાના મહાનગરોને જોડે છે. આ સર્વેક્ષણમાં NH 48 ને 100 માંથી 91.81નો એકંદરે સ્કોર મળ્યો છે.
બીજા સ્થાને ગોવાથી કર્ણાટકના કુંદપુર સુધીના 141 કિલોમીટર લાંબા હાઈવેનો સમાવેશ કરાયો છે.આ જ સમયે અમદાવાદ – વડોદરાને જોડતો NE-1 નો 93 કિલોમીટર લાંબો ચાર રસ્તાનો માર્ગ આ યાદીમાં ત્રીજા ક્રમે આવ્યો છે. NH – 130 પર સિમ્ગા અને સરગન વચ્ચેનો 42 કિલોમીટર લાંબો રસ્તો આ ભારતનો ચોથો શ્રેષ્ઠ રાજમાર્ગ છે.
હાઇવેનો આ ભાગ લાર્સન અને ટુબ્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.પાંચમાં નંબરે NH – 211 નો 98 – કિલોમીટર લાંબો સોલાપુર-યેદેશીનો હાઈવે છે.એન.એચ. – 48 કૃષ્ણગિરી અને વાલ્જાહપેટ વચ્ચેનો 148 કિ.મી.ની લંબાઇનો હાઈવે છઠ્ઠા ક્રમે રહ્યો છે.જ્યારે ગોધરા અને ગુજરાત – મધ્યપ્રદેશ સરહદને જોડતો 87.1 કિ.મી.લાંબો એન.એચ.47 સાતમા સ્થાને છે.
બેંગ્લોરથી નેલમંગલા વચ્ચેનો એનએચ – 4 હાઈવેનો ભાગ 10 શ્રેષ્ઠ રાષ્ટ્રીય રાજમાર્ગોની સૂચિમાં અંતિમ ત્રણમાં સાતમા ક્રમે હતો.તે જ સમયે, ઇસ્લામ નગર અને કડાથલ વચ્ચે NH-44 નો હાઈવે આઠમાં ક્રમે છે અને મહુલીયાને બહરાગોધા અને બહરાગોદડાથી ચિચિરાને જોડતો એન.એચ.- 33 દસમા સ્થાને રહ્યો હતો.