Vadodara

અટલ બ્રિજ પર વૈભવી કારનો અકસ્માત,એર બેગ ખુલી જતા ચાલકનો બચાવ

( પ્રતિનિધી )વડોદરા,તા.12

વડોદરાના સૌથી લાંબા અને શરૂઆતથી જ વિવાદમાં રહેલા અટલબ્રિજ ઉપર અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે. તેવામાં ગતરાત્રીએ વધુ એક અકસ્માતની ઘટના બની હતી. ઓડી કારનો અકસ્માત થતા કારચાલકનો બચાવ થયો હતો.

વડોદરા શહેરના પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ ચડતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને આગળનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે કારની આગળ પાછળ કોઈ વાહન નહીં હોવાથી જાનહાનિ થઈ ન હતી. આ સાથે જ કારની ચારે એરબેગ્સ ખૂલી ગઈ હતી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે, બનાવને પગલે લોકો ભેગા થઈ જતા ટ્રાફિકજામ થયો હતો. જોકે, પોલીસ આવી જતા વાહનવ્યવહાર હળવો કર્યો હતો. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અટલ બ્રિજ પર આમ તો સામાન્ય અકસ્માતના પણ ભાગ્યેજ બનતી હોય છે. પરંતુ પંડ્યા બ્રિજ ઉતરી અટલ બ્રિજ ચડતા વાહન ચાલકો અનેક વખત મૂંઝવણમાં મુકાઈ જય છે. કારણ કે, બ્રિજ ચડતા જ એક રસ્તો બ્રિજ ઉપર જાય છે અને બે રસ્તા બ્રિજ નીચે જવા માટે બનાવવામાં આવ્યા છે. જેથી અનેક વખત વાહન ચાલકો મૂંઝવણમાં મુકાય છે કે ગેંડા સર્કલ, ચકલી સર્કલ, જુના પાદરા રોડ પહોંચવું હોય તો કયા રસ્તે જવું સરળ રહેશે જેની લ્હાયમાંજ અકસ્માતો થતા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top