SURAT : કોવિડ-19 ( COVID – 19 ) ના સમયગાળા દરમિયાન બંધ કરી દેવાયેલી લોકલ ટ્રેનો ( LOCAL TRAIN) હવે વેસ્ટર્ન રેલવે ( WESTREN RAILWAY) શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે હવે 1 વર્ષ બાદ વેસ્ટર્ન રેલવેએ 11 જેટલી ટ્રેનોમાં આવતીકાલથી જનરલ ટિકિટ લઇને મુસાફરી કરી શકાશે તેવી જાહેરાત કરી છે. એક તરફ મુંબઇની સબર્બન ટ્રેન 3 મહિના પહેલા શરૂ કરી દેવાઇ હતી.
બીજી બાજુ વેસ્ટર્ન રેલવે દ્વારા દ.ગુજરાતના હજારો પાસધારકો માટે ડેઇલી પેસેન્જર ટ્રેનો વારંવાર માંગણી પછી પણ શરૂ કરવામાં આવતી ન હતી. આમ હજારો લોકો છેલ્લા 3 મહિનાથી હેરાન પરેશાન થતાં હતાં. તેમને હાલમાં તેઓને મુકિત મળી ગઇ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 09023/24 મુંબઇ-સેન્ટ્રલ વલસાડ, 09077-78 નંદુરબાર-ભુસાવલ, 09007/08 સુરત-ભુસાવલ મેલ, એક્સપ્રેસ કેટેગરી, 09152/51 સુરત-વલસાડ, 09154/53 વલસાડ-ઉમરગામ, 09377/78 ઉધના-નંદુરબાર, 09155/56 સુરત-વડોદરા ( SURAT – VADODRA) સહિતની 11 ટ્રેનોમાં આવતીકાલથી જનરલ કેટેગરીની ટિકિટો લઇને મુસાફરી કરી શકાશે.
કોવિડ-19ના પીરિયડ દરમિયાન ટ્રેનોમાં રિઝર્વેશન લાગુ કરાતા હજારો લોકો પરેશાન થતાં હતાં. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોને રિર્ઝેવેશન સિસ્ટમ લાગુ પાડી દેતા જનરલ કોચના મુસાફરો અટવાઇ પડ્યા હતા. રેલવે તંત્ર દ્વારા માત્ર રિઝર્વેશન સિસ્ટમ થકી મુસાફરોને બેસાડવામાં આવતા સુરત-વડોદરા અને સુરત-વલસાડ ( SURAT – VALSAD) વચ્ચે અપડાઉન કરતા હજારો મુસાફરો ડેઇલી પરેશાન થતા હતા. પચાસ હજાર લોકોએ ફરજિયાત બાઇક ( BIKE ) કે કાર ( CAR) વાટે યાત્રા કરવાની નોબત આવી હતી.
કોરોના મહામારીના પગલે સમગ્ર દેશમાં ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે, કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો થતાં વિભાગ દરેક દિશામાં નિયમિત ટ્રેન વ્યવહાર પુન: શરૂ કરી રહ્યું છે, પરંતુ સુરતથી મુંબઈ જતાં રોજિંદા પેસેન્જરો માટે રેલવે (Railway) તંત્ર હજુ પણ અમુક ટ્રેન વ્યવહાર શરૂ કરી શક્યું ન હતું. ઉપરાંત આ ટ્રેનોમાં માત્ર ક્ન્ફર્મ ટિકિટ જ માન્ય હોવાથી રોજિંદા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ વલસાડથી મુંબઈ (Valsad-Mumbai) દોડતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન તેના નિયનિટ ટાઈમ ટેબલ પ્રમાણે સોમવાર 1લી માર્ચથી (March) પૂર્વવત્ શરૂ થઈ ગઈ છે. જોકે, આ ટ્રેનમાં (Train) માત્ર રિઝર્વેશન કન્ફર્મ ટિકિટ ધારક જ પ્રવેશ મેળવી યાત્રા કરી શકશે.ત્યારે ફરીથી શરૂ થતી આ લોકલ ટ્રેનના કારણે રોજ આવતા જતાં હજારો લોકોને રાહત થઈ છે.