Gujarat Main

લાઈટ બિલમાં ઘટાડો થશે, સરકારે રાજ્યની પ્રજાને મોટી રાહત આપી

રાજ્ય સરકારે રાજ્યની પ્રજાને મોટી રાહત આપી છે. સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે હવે લાઈટ બિલ ઘટશે.

રાજ્ય સરકારે ફ્યુઅલ સર ચાર્જ 2.45થી ઘટાડીને યુનિટનો દર 2 રૂપિયા 30 પૈસા કર્યો છે. આમ 100 યુનિટના વપરાશ પર 15 રૂપિયાનો ફાયદો થશે. 1 જુલાઈ 2025થી આ ઘટાડો લાગુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે. સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલના ગ્રાહકોને આ રાહત આપવામાં આવશે.

આ અગાઉ ગુજરાત સરકારે ઓક્ટોબર 2024માં ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યું હતું. ત્યારે સરકારે 40 પૈસાનો ઘટાડો કર્યો હતો. 2.85 ચાર્જ હતો તે ઘટાડી 2.45 કર્યો હતો. જ્યારે માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. તે સમયે તે 3.35 હતો, જે ઘટાડીને 2.85 કરાયો હતો. 18 મહિનામાં સરકારે 1 રૂપિયો 5 પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે, જેના પગલે 100 યુનિટ વીજળીના વપરાશ પર 105 રૂપિયા બચત થશે.

Most Popular

To Top