અતિ ચકચારી બિટકોઈન તોડ કાંડમાં સિટી સેશન્સ કોર્ટે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ ઓફિસરને આજીવન કેદની સજા ફટકારી છે.
સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં લોકોને રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. તે પૈકી બિલ્ડર શૈલેષ ભટ્ટે રોકાણ કર્યું હતું. બાદમાં કંપનીએ તાળાં મારી દેતા રોકાણકારોના પૈસા ડૂબ્યા હતા. શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓ સાથે રાખી બીટ કનેક્ટ કંપનીના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કર્યું હતું. તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂપિયા પડાવ્યા હતા. બાદમાં 2018માં કેટલાંક પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડની ખંડણી માંગી હતી.
આજે આ કેસમાં સિટી સેશન્સ કોર્ટની એસીબી કોર્ટે ચુકાદો આપ્યો છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, કિરીટ પાલડીયા, વકીલ કેતન પટેલ, પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ ભાજપના ધારાસભ્ય નલિન કોટડીયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી.
આરોપીઓ સામે પોલીસ કર્મચારીઓ સામે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઈ હતી. ભ્રષ્ટ્રાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી.