Charchapatra

શ્વાન બચાવ અભિયાન

આજકાલ આવારા કૂતરાંનો, સોરી, શ્વાનનો, નહિતર શ્વાન પ્રેમીઓને માઠું લાગશે, પ્રશ્ન ઊભો થયો છે. કૂતરાં કરડવાની ઘટનાઓ મીડિયામાં રોજિંદા સમાચાર હોય છે. અનેક લોકો હડકવા થવાથી મૃત્યુ પામ્યાંના અહેવાલ પણ છે. જ્યારે ટીવી પર આપણે બાળકોને ઉપાડી જતાં કૂતરાંને જોઈએ છીએ ત્યારે રૂંવાડાં ખડા થઇ જાય છે. ઘણાં જીવદયાવાદીઓ કોર્ટની વિરુદ્ધ છે. આપણને સ્વને ગેન્ગેરીન થાય તો અંગ નથી કપાવતાં? આવારા કૂતરાંનું ખસીકરણ થાય કે એને શેલ્ટર હોમમાં ખસેડાય એમાં કઈ ક્રૂરતા આવી?

એવું હોય તો માંસ-મટન-મચ્છી વેચતી દુકાનો પણ બંધ થવી ઘટે. જેઓ વિદેશી નસલનાં કૂતરાં પાળે છે તેઓ પણ પૂરતી કાળજી નથી રાખતાં. સવાર થાય કે તરત મોર્નિંગ વોકને બહાને ડોગને રસ્તાની બાજુમાં કે આમતેમ ખુલ્લામાં હાજત કરાવે છે. પ્રાણી પક્ષીઓમાં રોગ ફેલાય છે ત્યારે શું હજારોની સંખ્યામાં તેમને મારી નથી નંખાતાં? અહીં શ્વાનોની હત્યાની વાત નથી જ. કોરોના કાળમાં મજબૂરીથી અનેક લોકો સ્વજનોને હોસ્પીટલમાં છોડી આવ્યાં હતાં. શ્વાનોનો બચાવ કરનારાં પૈકી અનેક લોકોનાં માવતર વૃદ્ધાશ્રમે હોય શકે.
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top