Surat Main

સુરત જિલ્લામાં ભાજપે કોંગ્રેસ અને આપને ધૂળ ચટાવી, ઉમેદવારોએ ફટાકડા ફોડી જીત મનાવી

સુરત જિલ્લામાં (Surat District) ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની (District Panchayat) 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજે તા.2 માર્ચ 2021ના રોજ સવારે 8 કલાકથી જુદા જુદા 9 સ્થળોએ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બપોર સુધી મળેલા પરિણામો મુજબ લગભગ મોટાભાગની સીટો પર ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે. બપોરે 4 કલાક સુધીમાં સુરત જિલ્લા પંચાયતની 36 માંથી 29 બેઠકની ગણતરી પૂરી, જેમાંથી 28 ભાજપ (BJP) અને 1 કોંગ્રેસને (Congress) બહુમત મળ્યો છે. જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી માંડવી, પલસાણા, કામરેજમાં ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે. અહીં વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી પોતાની જીતનો જશ્ન મનાવ્યો હતો.

સુરત જિલ્લા ની ઓલપાડ તાલુકા પંચાયત માં ૨૪ માંથી ૨૩ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા ની ચોર્યાસી તાલુકા પંચાયત માં ૧૬ માંથી ૧૨ બેઠકો પર ભાજપની જીત થઈ છે. જિલ્લા ની માંડવી‌ નગરપાલિકા માં ૨૪ માંથી ૨૨ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે પલસાણા તાલુકા પંચાયત માં ૧૮ માંથી ૧૬ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. સુરત જિલ્લા ની તરસાડી નગરપાલિકા માં ૨૮ માંથી ૨૮ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો. સુરત જિલ્લા પંચાયતની 36 માંથી 29 બેઠકની ગણતરી પૂરી, જેમાંથી 28 ભાજપ અને 1 કોંગ્રેસને ફાળે ગઈ છે.

સુરતની 4 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે આમ આદમી પાર્ટીએ સુરત તાલુકા પંચાયતમાં 1 બેઠક પર જીત મેળવી છે. મહુવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. સુરત જિલ્લામાં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે. આ સાથે તાલુકા પંચાયતમાં ભાજપના 8 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. બારડોલી કડોદરા બાદ માંડવી અને તરસાડી નગરપાલિકામાં ભાજપની પેનલનો વિજય થયો છે.

જણાવી દઈએ કે ચોર્યાસી તાલુકા પંચાયતની મતગણના સુરતના પીપલોદ સ્થિત શારદાયતન સ્કુલ ખાતે, ઓલપાડ તાલુકા પંચાયતની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડ ખાતે, કામરેજ તાલુકા પંચાયતની મતગણતરી રૂમ નં.16, ભક્તા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે, પલસાણા તાલુકા પંચાયતની મતગણના ડીબી હાઇસ્કુલ પલસાણા ખાતે, બારડોલી તાલુકા પંચાયતની મતગણતરી અસ્તાન કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે, મહુવા તાલુકા પંચાયતની મતગણતરી કાછલ સ્થિત સરકારી કોલેજ ખાતે, માંડવી તાલુકા પંચાયતની મતગણતરી માંડવી સ્થિત અવિચળ કોલેજ સંકુલમાં કરાઈ હતી.

માંગરોળની મતગણતરી એસ.પી. મદ્રેસા હાઇસ્કુલ માગરોળ ખાતે અને ઉમરપાડા તાલુકા પંચાયતની મતગણતરી સરકારી કોલે ઉમરપાડા ખાતે યોજાઈ રહી છે. આ દરેક સ્થળે જે તે તાલુકા પંચાયતમાં આવતી જિલ્લા પંચાયતોની સીટોની મતગણના પણ સમાંતર યોજાઈ રહી છે. સવારે 11 કલાકથી પરીણામો આવવાના શરૂ થઇ ગયા છે અને બપોર સુધીમાં મોટાભાગના પરિણામો આવી ચુક્યા છે. મતગણતરીને અનુલક્ષીને મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેમ હોઇ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ આરોગ્ય વિભાગે કેટલાક પગલાં ભર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top