Business

સુરત શહેરમાં આડેધડ ઓટો રિક્ષા પાર્કિંગ

સુરત શહેરમાં રોજબરોજ વધતી ટ્રાફિક સમસ્યાઓ વચ્ચે ખાસ કરીને આડેધડ ઓટો રિક્ષા પાર્કિંગ મોટું ન્યુસન્સ બની ગયું છે. તાજેતરમાં ડી.સી.પી. અમિતા વાનાણી દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરવા પગલાં લેવાયા હોવાની જાણકારી મળી હતી, જેમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 315 જેટલા ઓટો રિક્ષા સ્ટેન્ડ-પાર્કિંગ બનાવવાની પોલિસી જાહેર કરવામાં આવી હતી. પરંતુ હકીકતમાં આ જાહેરાત માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગઈ છે એવી નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળે છે.

શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે, પર્વત-ગોડાદરા નહેર રોડ, સુરત રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, અડાજણ પાટિયા, ચોક બજાર, વરાછા રોડ, અમરોલી ચાર રસ્તા. અહીં ઓટો રિક્ષા ચાલકો પોતાની મરજી મુજબ વાહનો ઉભા રાખતા હોવાથી મુસાફરો તેમજ અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમારી નમ્ર વિનંતી છે કે આ બાબત પર તાત્કાલિક ધ્યાન આપીને જાહેર કરાયેલ 315 ઓટો રિક્ષા સ્ટેન્ડ પોલિસીનો અમલ ક્યારે થશે તેની સ્પષ્ટતા કરશો. શહેરવાસીઓને આ ગેરવ્યવસ્થામાંથી ક્યારે રાહત મળશે?
પરવત ગામ, સુરત        – આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top