કહેવાય છે કે જીવન અમૂલ્ય છે. રોજેરોજ અખબાર ઉપર નજર ફેરવતા જણાય છે કે ઘર કંકાસ, નોકરી, વેપારધંધામાં માનસિક ત્રાસ કે બીજા કારણોસર જુદા જુદા પ્રકારે લોકો મોતને વ્હાલું કરતાં હોય છે. આપઘાતનું ચોક્કસ મનોવૈજ્ઞાનિક કારણ હજી સુધી જાણવા મળ્યું નથી ફક્ત એમ મન મનાવવું પડે છે કે વ્યકિતને તેનો કાળ લઈ ગયો, જીવન દોરી જ ટૂંકી હતી. આમ કહી એ તો જીવન ટકાવવું અને ટૂંકાવવું ખૂબ જ કપરું કામ છે.
કેટલાક કિસ્સાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ વધુ પડતાં માનસિક ત્રાસ આપવામાં આવે, રેગિંગ કરવામાં આવે, ચોક્કસ જાતિનાં હોવાના લીધે માનસિક ત્રાસ આપવામાં આવે તો આવું આપઘાતનું પગલું ભરી લેતા હોય છે. મોંઘવારીનાં જમાનામાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે ત્યારે સમાજમાં પ્રવર્તતી દરેક પ્રકારની અસમાનતા નાબૂદ કરાવી જરુરી છે. દરેક વ્યક્તિ એ વિચારવું જોઇએ કે કોઈપણ વ્યક્તિની સહન કરવાની ચોક્કસ મર્યાદા હોય છે એટલે કોઈપણ વ્યક્તિ જીવન ત્યારે જ ટૂંકાવતો હોય છે કે તમામ પ્રકારની હદ, મર્યાદાનો અંત આવી ગયો હોય છે.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે